National

યૂપી: મંત્રીના કાફલાની કાર નીચે કચડાઈને 4 ખેડૂતોના મોત, ખેડૂતોએ વાહનો સળગાવ્યા

યૂપી: ઉત્તરપ્રદેશના (UP) લખીમપુર ખીરીના ટીકુનિયા વિસ્તારમાં ભારે હંગામો થયો છે. અહીં એક કાર ચાલક પર આરોપ લગાડાયો છે કે તેણે ખેડૂતો (Farmers) પર વાહન ચઢાવી દીઘું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ અકસ્માતમાં 4 ખેડૂતોના મોત થયા છે જ્યારે 8 ખેડૂતો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. તે જ સમયે બીકેયૂ (BKU) એ દાવો કર્યો છે કે 5 ખેડૂતો માર્યા ગયા છે. આ ખેડૂતો મંત્રી સામે વિરોધ (Protest) કરવા જઈ રહ્યા હતા. અકસ્માત બાદ હંગામો શરૂ થયો છે. સ્થળ પર ત્રણ વાહનોને આગ ચાંપી દેવામાં આવી છે. વિસ્તારમાં બગડતી પરિસ્થિતિ બાદ મુખ્યમંત્રીએ એડીજી એલ.ઓ.પ્રશાંત કુમારને લખીમપુર ખીરી મોકલ્યા છે.

જણાવવામાં આવી રહ્યું છે કે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીની લખીમપુર ખીરીની મુલાકાતને ધ્યાનમાં રાખીને ડેપ્યુટી સીએમ લેવા આવનાર ભાજપના નેતાના પુત્ર આશિષ મિશ્રાનો વિરોધ કરતી વખતે ખેડૂતોમાં ઘર્ષણ થયું હતું. કારની ટક્કરથી કેટલાક ખેડૂતો ઘાયલ થયા હતા, ત્યારબાદ ગુસ્સે ભરાયેલા ખેડૂતોએ સાંસદ પુત્રની ગાડી તેમજ અન્ય એક કારને આગ લગાવી દીધી હતી. બીજી બાજુ એડીજી ઝોન લખનૌ એસએન સાબતે કહ્યું કે અત્યાર સુધીમાં 4 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે, ત્રણ લોકો ઘાયલ થયા છે. આઈજી રેન્જ લખનૌ લક્ષ્મી સિંહને સ્થળ પર મોકલવામાં આવ્યા છે. નજીકના પોલીસ સ્ટેશનના દળો પણ સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા છે.

જણાવી દઈએ કે, ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ રવિવારે બપોરે 2 વાગ્યે ટીકુનિયામાં હેલિકોપ્ટર ઉતારવાનો કાર્યક્રમ હતો. પરંતુ આ અંગેની જાણ થતા રવિવારે સવારે જ પલિયા, ભીરા, બિજુઆ, ખજુરિયા અને સંપૂર્ણાનગર જેવા સ્થળોએથી હજારો ખેડૂતો હાથમાં કાળા ઝંડા લઈને ટીકુનિયા પહોંચ્યા હતા અને મહારાજા અગ્રસેન રમતના મેદાન પર કબજો કરી લીધો હતો. ખેડૂતોએ મહારાજા અગ્રસેન સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે હેલિપેડ સાઇટ પર કબજો કર્યો હતો, જ્યાં ડેપ્યુટી સીએમનું હેલિકોપ્ટર ઉતરવાનું હતું. પરંતુ, રવિવારે સવારે, ખેડૂતોના વિરોધના ઉશ્કેરાટ પર, ડેપ્યુટી સીએમનો કાર્યક્રમ બદલાયો અને તેઓ સવારે 9.30 વાગ્યે લખનૌથી રોડ દ્વારા બપોરે 12 વાગ્યે લખીમપુર પહોંચ્યા હતાં.

બાઇક અને કાર દ્વારા પહોંચેલા હજારો ખેડૂતોએ ટેન્ટ ત્યાં લગાવ્યા હતા અને સરકાર વિરોધી ભાષણો કર્યા હતા. આ દરમિયાન પોલીસને ખેડૂતોને સંભાળવામાં પરસેવો પડી ગયો હતો. નજીકના પોલીસ સ્ટેશનની પોલીસ પણ ત્યાં તૈનાત કરવામાં આવી છે. પોલીસ દળ ખેડૂતોને રોકવાનો સતત પ્રયાસ કરી રહ્યું છે.

Most Popular

To Top