Gujarat

ગાંધીનગર મનપાની 44 બેઠકો માટે આજે મતદાન, લોખંડી સલામતી વ્યવસ્થા

આવતીકાલે તા.3જી ઓકટોબરના રોજ ગાંધીનગર મનપાની 11 વોર્ડની 44 બેઠકો માટે નિર્ણાયક મતદાન યોજાનાર છે. ભાજપ માટે આ ચૂંટણી નવા નિમાયેલા સીએમ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમા ંલડાનારી પેહલી ચૂંટણી છે. આ ઉપરાતં ભાજપ માટે આ ચૂંટણી પ્રતિષ્ઠાના જંગ સમાન છે કારણ કે 2011 અને 2016ની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી શકી નથી. ખાસ કરીને કોંગ્રેસના કાઉન્સિલરો પક્ષ પલટો કરતાં ભાજપને બંને વખતે સત્તા મળી છે. કોંગ્રેસ માટે આ ચૂંટણી અસ્તિત્વના જંગ સમાન છે.

જયારે સુરત પછી આપ પાર્ટી ગાંધીનગર મનપા થકી વિધાનસભાની ચૂંટણીમાં એન્ટ્રી મારવાની તક ઝડપી લેવા માંગે છે. ભાજપના ઉમેદવારોના પ્રચાર માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ , પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ, કોંગ્રેસના ઉમેદવારોના પ્રચાર માટે પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અમીત ચાવડા, આપના ઉમેદવારોના પ્રચાર માટે દિલ્હીના ડે સીએમ મનીષ સિસોદિયાએ મેગા રોડ શો કર્યો હતો.

ગાંધીનગર મનપાની ચૂંટણી આવતીકાલે સવારે 7થી સાંજના 6 વાગ્યા સુધી ઈવીએમ દ્વારા મતદાન યોજાનાર છે. જેમાં 284 મતદાન મથકો પર 2.82 લાખ મતદારો પોતાના મતાધિતકારનો ઉપયોગ કરશે. 284માંથી 129 જેટલા મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યાં છે. તમામ 44 બેઠકોના મત વિસ્તારમાં સઘન સલામતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

અગાઉ 19મી માર્ચના રોજ ગાંધીનગર મનપાની ચૂંટણીની રાજય ચૂંટણી આયોગ દ્વારા જાહેરાત કરાઈ હતી. જો કે કોરોનીની બીજી ધાતક લહેરના પગલે ચૂંટણી આયોગ દ્વારા તા.10મી એપ્રિલના રોજ ગાંધીનગર મનપાની ચૂંટણી રદ કરવાની જાહેરત કરાઈ હતી. તે પછી તા.6ઠ્ઠી સપ્ટેમ્બરના રોજ રાજય ચૂંટણી આયોગ દ્વારા ફરીથી તા.3જી ઓકટો.ના રોજ ચૂંટણી યોજવાની જાહેરત કરાઈ હતી. ખાસ કરીને આ સમયગાળા દરમ્યાન ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ઉમેદવારી કરનાર વોર્ડ નં- 9ના બસપાના એક અને વોર્ડ- 9ના આપ પાર્ટીના ઉમેદવારું મૃત્યુ થતાં આ બે વોર્ પુરતા નવા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતાં.

રાજય ચૂંટણી આયોગના સેક્રેટરી જી સી બ્રહ્મભટ્ટે કહ્યું હતું કે, ગાંધીનગર મનપાની ચૂંટણી ઉપરાંત અમદાવાદ અને જુનાગઢ મનપાની 3 બેઠકોની પેટા ચૂંટણી, થરા, ઓખા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી , ભાણવડ નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી , વિવિધ નગરપાલિકાઓની 45 બેઠકોની પેટા ચૂંટણી , જિલ્લા પંચાયતોની 8 બેઠકોની પેટા ચૂંટણી તાલુકા પંચાયતોની 48 બેઠકોની પેટા ચૂંટણી માટે પણ આવતીકાલે 3જી ઓકટો.ના રોજ રવિવારે સવારના 7થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાનાર છે. ગાંધીનગર મનપા સહિત પેટા ચૂંટણીઓ માટે પણ મત ગણતરી તા.5મી ઓકટો.ના રોજ યોજાનાર છે.

ગાંધીનગર મનપાની ચૂંટણીમાં 161 ઉમેદવારો મેદાનમાં

આવતીકાલે સવારે 7થી સાંજના 6 વાગ્યા સુધી ગાંધીનગર મનપાની 44 બેઠકો માટે મતાદન યોજાનાર છે. ગાંધીનગર મનપા માટે 161 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. જેમાં ખાસ કરીને 44 બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસના 44 ઉમેદવારો , આમ આદમી પાર્ટીના 40 ઉમેદવારો, 14 બસપાના ઉમેદવારો, 2 નેશનાલીસ્ટ પાર્ટીના ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. આ ઉપરાંત મનપાની 3 બેઠકોની પેટા ચૂંટણી, નગરપાલિકાની 78 બેઠકો માટે સામાન્ય ચૂંટણી, નગરપાલિકાની 42 બેઠકો માટે પેટા ચૂંટણી, જિલ્લા પંચાયતની 8 બેઠકોની પેટા ચૂંટણી અને તાલુકા પંચાયતની 43 બેઠકો માટે પેટા ચૂંટણી યોજાનાર છે.

Most Popular

To Top