Vadodara

હરણી સ્વાદ ક્વાટર્સમાં જૂના ઝગડાની અદાવતમાં યુવાન પર જીવલેણ હુમલો

વડોદરા: શહેરના હરણી સ્વાદ ક્વાટર્સમાં અગાઉ થયેલા ઝગડાની અદાવતમાં યુવક ઉપર ચાર હુમલાખોરોએ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. યુવાન પર ધારદાર હથિયારોથી જીવલેણ હુમલો કર્યા બાદ 4 શખ્સો ફરાર થઇ ગયા હતા. બનાવ અંગે વારસિયા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી ચારેય હુમલાખોરોની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

શહેરના હરણી રોડ મોટનાથ રેસિડેન્સીમાં રહેતો મહાવીર મંગલ રાઠોડ તથા અન્ય મિત્રો રાત્રીના સમયે હરણી સવાદ ક્વાટર્સ સંકુલમાં બેઠા હતા. ત્યારે આયુષ શિંદે તથા અંગ ત્રણ શખ્સો ધસી આવ્યા હતા. જયેન્દ્ર વાઘમારે હિતેશ રેવા  તથા અન્ય યુવાનો બેઠા હતા. તે સ્થળે ઝગડો થયો હતો.  અગાઉ થયેલા ઝગડાની અદાવત રાખી થયેલી બોલાચાલી થી ઝગડો ઉગ્ર થયો હતો. જેથી સ્થાનિકમાં ભાગદોડ મચી ગઈ હતી. દરમિયાન મોડીરાત્રે ઝગડો થતા સ્થાનિક રહીશો પણ દોડી આવ્યા હતા. આયુષ શિંદેએ ધારદાર હથિયારો વડે જીવલેણ હુમલો કરતા મહાવીર રાઠોડના મિત્ર શૈલેન્દ્ર મુકુંદ  વાઘમોરેને ગંભીર ઈજાઓ થઇ હતી.

આ ઉપરાંત લોહી લુહાણ હાલતમાં ઢળી પડેલા શૈલેન્દ્ર વાઘમોરેને સારવાર અર્થે દવાખાને લઇ જવામાં આવ્યો હતો. જ્યાં શૈલેન્દ્ર વાઘમારેની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું હતું.  હુમલો કર્યાબાદ આયુષ શિંદે અને અન્ય ત્રણ હુમલાખોરો ફરાર થઇ ગયા હતા. બનાવ અંગે વારસિયા પોલીસે આયુષ શિંદે અને અન્ય ત્રણ યુવક સહિત ચાર લોકો વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી ચારેય હુમલાખોરોની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે જુના ઝઘડાની અદાવતમાં જીવલેણ હુમલાની ઘટના બાદ ફરાર આરોપીઓના સગળ મેળવવા માટે તપાસને વેગ આપ્યો છે. 

Most Popular

To Top