Gujarat

વલસાડમાં 6, સુરત શહેરમાં 5 સહિત રાજ્યમાં કોરોનાના નવા 20 કેસ

રાજ્યમાં ગુરૂવારે સુરત મનપામાં 5 અને વલસાડમાં 6 કેસ સાથે નવા 20 કેસ નોંધાયા છે. રાજ્યમાં અમદાવાદ મનપામાં 3, વડોદરા મનપામાં 2, આણંદ, ગાંધીનગર મનપા, નવસારી, સુરત ગ્રામ્યમાં 1-1 નવા કેસ નોંધાયા છે. બીજી તરફ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 158 થઈ છે, જેમાંથી 04 વેન્ટિલેટર પર અને 154 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં ગુરૂવારે 86 હેલ્થ કેર વર્કર અને ફન્ટ લાઈન વર્કર પ્રથમ ડોઝ અને 2,427ને બીજો ડોઝ જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરના 49,795 વ્યક્તિને પ્રથમ ડોઝ અને 64,398ને બીજો ડોઝ, તેવીજ રીતે 18-45 વર્ષ સુધીના 1,37,813 વ્યક્તિને પ્રથમ ડોઝ અને 1,69,700 વ્યક્તિને બીજો ડોઝ મળી કુલ 4,24,219 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 6,09,93,452 વ્યક્તિને રસી આપવામાં આવી છે.

Most Popular

To Top