Gujarat

મોંઘવારીના મુદ્દે ગુજરાતની જનતા સાથે ભાજપે છેતરપિંડી કરી : મહિલા કોંગ્રેસ

દેશ અને ગુજરાતમાં ભાજપનું શાસન છે, ત્યારે જનતા પરેશાન થઈ ઊઠી છે. મોંઘવારીના મારથી સામાન્ય, મધ્યમ વર્ગના પરિવારોનું જીવન જીવવાનું મુશ્કેલ બન્યું છે. બીજી તરફ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પણ કથળી ગઈ છે. મહિલાઓ ઉપર અત્યાચારના બનાવોનું પ્રમાણ વધી રહ્યાં છે, તેઓ ગંભીર આક્ષેપ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ કર્યો હતો. આજે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ મહિલા કોંગ્રેસનું પ્રતીક ચિન્હ (logo) જાહેર કર્યો હતો.

મહિલા કોંગ્રેસના પ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મંદી, મોંઘવારી, અને મહામારીમાં પરેશાન જનતા ભાજપ સરકારની છેતરપિંડીનો ભોગ બની રહી છે. ગેસ, ખાદ્ય અને જીવન જરૂરિયાત ચીજવસ્તુઓના સતત ભાવ વધારાથી સામાન્ય – મધ્યમવર્ગના પરિવારોને જીવન જીવવાનું મુશ્કેલ બની ગયું છે. સંગ્રહખોરો અને કાળા બજારને છૂટ આપવામાં આવી છે.

કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતાં ગાયત્રીબા વાધેલાએ કહ્યું હતું કે, દેશમાં દરરોજ ૭૭ મહિલા બળાત્કારનો ભોગ બની રહી છે. ગુજરાતમાં ૪૮૬ બળાત્કારની ઘટના નોંધાઇ છે. છેલ્લા ત્રણ વર્ષમાં ૨૫,૧૫૭ મહિલા પર અત્યાચારની ઘટનાઓ, વર્ષ ૨૦૧૯માં ૧.૩૮ લાખ ઘટનાઓ, વર્ષ ૨૦૨૦માં ૩.૮૧ લાખ ઘટનાઓ ગુજરાતમાં બની હતી, અને ૨૦૨૦માં દેશમાં ૨૮,૦૪૬ બળાત્કારની ઘટનાઓ બની છે, દેશમાં દરરોજ ૭૭ મહિલાઓ બળાત્કારનો ભોગ બની રહી છે. મહિલા વિરૂદ્ધ અપરાધની ઘટનાઓમાં મોટા પાયે વધારો નોંધાયો છે, તે ભાજપ શાસનની કથળી ગયેલ કાયદો વ્યવસ્થાની સ્થિતિને ઉજાગર કરે છે.

Most Popular

To Top