Charchapatra

કોણ મહાન? વ્યકિત કે પાર્ટી…!

ગુજરાતના મુખ્યમંત્રી બાદ સમગ્ર પ્રધાન મંડળને બદલીને નવા નિશાળીયાઓના હાથમાં ગુજરાતનું ભાવિ સોંપીને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દેશના રાજકીય વિશ્લેષકોને અચંબામાં નાખી દીખા છે. આ માટે વડાપ્રધાન મોદીજી અને ગૃહમંત્રીશ્રી અમિત શાહને અભિનંદન આપવા જ પડે. રાજકીય પાર્ટીના નામે દીકરા – દીકરી – જમાઇઓને રાજકારણમાં ઉતારી આજીવન પોતાનો દબદબો જાળવી રાખનારા નેતાઓ માટે આ મોટો બોધપાઠ છે. મોદીજીએ એક જ ઝાટકે મંત્રીઓને કાર્યકરો અને કાર્યકરોને મંત્રીઓ બનાવીને મોટો જુગાર ખેલ્યો છે. પરંતુ આ બધામાં નેતાઓ (ભૂતપૂર્વ મંત્રીઓ) અને તેમના સગા-વહાલા અને ટેકેદારોને સિવાય કોઇ દુ:ખો નથી. આમ જનતામાં ખુશીની લહેર ફરી વળી છે. વહીવટના કહેવાતા ઠેકેદારો ભલે બળવો કરે. તેઓ ભલે સમાજમાં ભાગલાવાદી રાજકારણ રમે, હવે ગુજરાતના યુવા રાજકારણીઓને પણ વહીવટની તક મળી શકે છે એ પૂરવાર થયું છે. આથી યુવાવર્ગ ભાજપની નીતિથી આકર્ષિત થશે. સાચે જ, ભાજપે સાબિત કરી બતાવ્યું કે વ્યકિત નહીં, પાર્ટી મહાન છે!
ગણદેવી  – રમેશ કે. પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top