Madhya Gujarat

વસોમાં સસરાની અશ્લીલ હરકતથી ત્રાસેલી પુત્રવધુએ પિયરની વાટ પકડી

આણંદ : વસોના ગામમાં રહેતી પરણિતા પોતાના સસરાની અશ્વલીલ હરકતથી ત્રાસીને પોતાના પિયર રહેવા જતી રહી હતી. તે દરમ્યાન તેના છ માસના બાળકને તેના પતિ દ્વારા પિયરમાંથી ઉઠાવી જવામાં આવ્યું હતું. જેના પગલે તેની નડિયાદ આવીને 181 અભયમની ટીમની મદદ માંગી હતી. આ ઘટનાની જાણ થતા જ અભયમની ટીમ નડીયાદથી પરણીતાને લઈને સાસરીમાં પહોંચી હતી અને માતા સાથે તેના છ માસના બાળકનો મેળાપ કરાવ્યો હતો.

વસોના ગામમાં રહેતી પરણીતાના લગ્ન દોઢ વર્ષ પહેલા થયા હતા. પતિ ઘણી વખત રાત્રીના સમયે કામાર્થે બહાર જતા હતા, તે સમયે તેના સસરા દારૂ પીને તેની સાથે અશ્વલીલ હરકત કરતાં હતાં. આ વાતની જાણ તેણીએ તેના પતિ અને સાસુને કરતા તેના પતિ અને સાસુએ તેની વાત માની નહોતી અને તેને જ ગુનેગાર ઠેરવીને તે જ તેના સસરા પર ડોળા નાખે છે એમ કહ્યું હતું. આખરે ત્રાસીને પરણીતા તેના પિયર જતી રહી હતી.

તે સમયે તે સગર્ભા હતા અને થોડા સમય બાદ બાળકને જન્મ આપ્યો હતો. બાળક છ મહિનાનું થતા તેનો પતિ બાળકને ઉઠાવી ગયો હતો. જેના પગલે તેણે 181 અભયમની ટીમની મદદ માંગી હતી. આથી કાઉન્સેલર રીટાબેને ઘટના સ્થળે પહોંચીને તે પરણિતાના સસરાને કાયદાકીય રીતે સમજાવ્યા હતા કે પિતા સમાન થઈને દીકરી સમાન વહુ પર ખરાબ નજર રાખવાથી તે ઘરે આવવા માગતી નથી. તે સમયે પરણિતાએ કહ્યું હતું કે તે હવે સાસરીમાં નથી રહેવા માંગતી અને પોતાનુ બાળક લઈ જવા માગે છે. આથી અભયમની ટીમે માતા સાથે બાળકનો મેળાપ કરાવીને તેણીને સસરા સામે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવા સલાહ આપી હતી.

Most Popular

To Top