લખનઉ: (Lucknow) લગભગ ચાર મહિના બાદ યુપીમાં (UP) યોજાનારી વિધાનસભાની ચૂંટણીને (Election) ધ્યાનમાં રાખીને કેબિનેટનું વિસ્તરણ (Expansion Of The Cabinet) કરવામાં આવ્યું છે. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા જિતિન પ્રસાદ સહિત સાત નેતાઓએ રવિવારે સાંજે મંત્રી તરીકે પદ અને ગોપનિયતાના શપથ લીધાં. મંત્રી તરીકે શપથ ગ્રહણ કરનારાઓમાં જિતિન ઉપરાંત પલ્ટૂ રામ, સંજય ગૌડ, સંગીતા બિંદ, દિનેશ ખટીક, ધરમવીર પ્રજાપતિ અને છત્રપાલ ગંગવારનો સમાવેશ થાય છે.
યુપીમાં લગભગ ચાર મહિના બાદ યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા જિતિન પ્રસાદ સહિત સાત નેતાઓએ મંત્રી તરીકે શપથ લીધા. ભાજપના નેતા જિતિન પ્રસાદે ઉત્તરપ્રદેશ સરકારમાં મંત્રી તરીકે શપથ લીધા. પ્રસાદ આ વર્ષે જૂનમાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા. યોગી સરકારનું બહુપ્રતિક્ષિત મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે. જિતિન પ્રસાદને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે જ્યારે પલ્ટૂ રામ, સંજય ગૌડ, સંગીતા બિંદ, દિનેશ ખટીક, ધરમવીર પ્રજાપતિ અને છત્રપાલ ગંગવાર રાજ્ય મંત્રી બન્યા છે. રાજ્યપાલ આનંદીબેન પટેલે તમામને પદ અને ગુપ્તતાના શપથ અપાવ્યા છે.
શપથગ્રહણ સમારોહ દરમ્યાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને ડો.દિનેશ શર્મા સહિત ભાજપના ઘણા અધિકારીઓ અને મંત્રીઓ રાજભવનમાં હાજર રહ્યાં હતાં. ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીને પાંચ મહિના બાકી છે. તે પહેલા રવિવારે સાંજે યોગી સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. યોગી મંત્રીમંડળમાં કુલ સાત નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. બરેલીની બહેડી વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છત્રપાલ ગંગવારે મંત્રી તરીકે શપથ લીધા. યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલે જિતિન પ્રસાદને પદના શપથ અપાવ્યા. શપથ લેતા પહેલા યુપીના સીએમ યોગી આદિત્યનાથે ટ્વિટ કરીને કહ્યું કે, ન તો ભ્રષ્ટાચાર થશે, ન તો કોઈ તેને મંજૂરી આપશે. સરકારનો ઈરાદો અને નીતિ બંને સ્પષ્ટ છે.
જણાવી દઈએ કે ઉત્તરપ્રદેશમાં (UP) જાન્યુઆરીના અંતમાં સંભવિત વિધાનસભાની ચૂંટણી (Election) પહેલા સરકારના કેબિનેટનું(Cabinet) વિસ્તરણ કરાયું છે. જે મંત્રીઓ શપથ લેશે તેમને 26 સપ્ટેમ્બરની સાંજથી જાન્યુઆરીના બીજા અઠવાડિયા સુધી કામ કરવા માટે સમય મળે તેવી શક્યતા છે. આનું કારણ એ પણ છે કે જાન્યુઆરીના મધ્યમાં જ યુપીમાં આદર્શ આચારસંહિતા લાગુ થયા બાદ સરકાર વિકાસ સંબંધિત કોઈ કામ કરી શકશે નહીં. આ સ્થિતિમાં પ્રચારની જવાબદારી માત્ર મંત્રીઓની રહેશે.