મોબાઇલની દુનિયામાં ભારત દેશમાં ખરેખર જો ક્રાંતિ થઇ હોય તો તેનું સંપૂર્ણ શ્રેય રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને જાય છે.મને યાદ છે અમે નાના હતા ત્યારે મોબાઇલમાં ઈનકમિંગ તેમ જ આઉટગોઇંગ બંનેના ચાર્જ લાગતા હતા.મેસેજના પણ રૂપિયા કપાઈ જતાં હતા.મોબાઇલમાં ઈનકમિંગ ફ્રી કરીને રિલાયન્સે મોબાઈલને જાણે સાવ રમકડું બનાવી દીધું.લગભગ સમાજના દરેક વર્ગના લોકો પાસે મોબાઈલ પહોંચ્યો. ક્યારે ટુ જી થી ફોર જી થયું તેની ખબર જ ના રહી.૧gb ડેટા જે કદાચ એક મહિના સુધી વાપરીએ તો પણ પૂરું થતું ન હતું,તે આજે jio ના કારણે એક દિવસમાં પણ ઓછું પડે છે.આજે સાચે જ માણસ jio સાથે જ જીવે છે.મોબાઈલ આજે જીવન જરૂરિયાતની યાદીમાં આવી ગયો છે.આનાથી ફાયદા અને નુકસાન બંને થયા છે.જે આપણે સૌ જાણીએ જ છીએ.જીઓ.
સુરત – કિશોર પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
જીયો લાઈફ વીથ જીઓ
By
Posted on