National

અમેરિકાના ટોપના CEO સાથે PM મોદીની મુલાકાત: ક્વાલકોમના CEO એમોને ભારતના 5G સેક્ટરમાં રૂચિ દાખવી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે તેમની ચાર દિવસીય મુલાકાતે અમેરિકા (America) પહોંચ્યા છે. તેમણે અમેરિકાના ટોપના સીઈઓ સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાન મોદી (PM Modi) અને ક્રિસ્ટિયાનો આર. ક્વાલકોમના (Cristiano R. Qualcomm) પ્રમુખ અને સીઈઓ એમોન વચ્ચે સફળ બેઠક થઈ હતી. પીએમ મોદીએ ભારત (India) દ્વારા આપવામાં આવેલી વિશાળ તકો પર પ્રકાશ પાડ્યો હતો. ક્રિસ્ટિયાનો આર. એમોને ભારત સાથે 5G અને અન્ય ક્ષેત્રોમાં કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પીએમ મોદીએ અન્ય સીઈઓ સાથે પણ ભારતમાં રહેલી વિભિન્ન તકો વિશે ચર્ચા કરી હતી. એડોબી સીઈઓ સાથે મોદીની મુલાકાત બાદ વિદેશ મંત્રાલયે એક ટ્વિટમાં કહ્યું, “પીએમ મોદી અને એડોબી સીઈઓ વચ્ચે એડોબની ક્રિયાઓ અને ભારતમાં વધુ રોકાણ અંગે ચર્ચા થઈ. આરોગ્ય, શિક્ષણ અને સંશોધન-વિકાસ પર પણ વાતચીત થઈ હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે તેમની ચાર દિવસીય મુલાકાતે અમેરિકા (America) પહોંચ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું અમેરિકામાં વસતા ભારતીયોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. અમેરિકામાં ભારતના રાજદૂત તરનજીત સિંહ સંધુએ સ્વાગત કર્યું હતું, જેમાં બ્રિગેડિયર અનૂપ સિંઘલ, એર કોમોડોર અંજન ભદ્રા, નૌસેનાના અટેચ કોમોડોર નિર્ભયા બાપણા અને યુએસ ડેપ્યુટી સ્ટેટ ઓફ મેનેજમેન્ટ એન્ડ રિસોર્સિસ ટીએચ બ્રાયન મેકકેન તેમજ રક્ષા અતાશેએ સ્વાગત કર્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વોશિંગ્ટન ડીસીમાં આગમન પહેલા તેમનું સ્વાગત કરવા માટે લોકો સંયુક્ત બેઝ એન્ડ્રુઝની બહાર ભેગા થયા હતા. પીએમ મોદી તેમના સ્વાગત માટે આવેલા લોકોને મળ્યા હતા. એરપોર્ટ પર લોકોને મળ્યા બાદ પીએમ મોદી વોશિંગ્ટન ડીસી હોટલ વિલાર્ડ ઇન્ટરકોન્ટિનેન્ટલ પહોંચ્યા હતા.

પીએમ નરેન્દ્ર મોદીએ ટેક્નોલોજી, આઇટીથી ફાઇનાન્સ, સંરક્ષણ અને નવીનીકરણીય ઉર્જા સહિતના ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરતા પાંચ ટોચના યુએસ સીઇઓ સાથે અલગથી બેઠકો ગોઠવી હતી. આ સીઈઓમાં એડોબના શાંતનુ નારાયણ, જનરલ એટોમિક્સના વિવેક લાલ, ક્વાલકોમના ક્રિસ્ટિયાનો ઇ. એમોન, ફર્સ્ટ સોલરના માર્ક વિડમર અને બ્લેકસ્ટોનના એ. શ્વાર્ઝમેનનો સમાવેશ થાય છે. જણાવી દઈએ કે પ્રધાનમંત્રી 24 સપ્ટેમ્બરે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. આ પછી તેઓ ક્વાડ સમિટમાં પણ ભાગ લેશે. અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ જો બિડેન સાથે વડાપ્રધાન મોદીની આ પ્રથમ મુલાકાત હશે.

Most Popular

To Top