દરેક કળાકારે ટકવા માટે પોતપોતાનો અભિગમ અપનાવવો પડે છે. વિત્યા દોઢ-બેવર્ષમાં બધાએ પોતાની રીતનો સંઘર્ષ કર્યો છે. સોનાલી સેગીલનો કિસ્સો પણ એવો જ છે. ‘પ્યારકા પંચનામા’ અને ‘જય મમ્મી દી’થી જાણીતી સોનાલીએ આ સમયમાં ફિલ્મો કે વેબસિરીઝની રાહ જોવોને બદલે મ્યુઝિક વિડીયોમાં બિઝી રહેવું પસંદ કરેલું. કામ તો કામ છે ને પૈસા પણ મળતા હોય તો શું કામ ના પાડવું? હમણાં જ પંજાબી લગ્નગીતનો ‘ઢોલના’ નામનો તેનો વિડીયો રિલીઝ થયો છે ને બીજા એક વિડીયોનું શૂટિંગ કરી રહી છે. એ કહે છેકે વિત્યું દોઢ વર્ષ બહુ જ ખરાબ ગયું પણ મેં મારી રીતે કામ શોધી લીધું.
ફિલ્મોના શૂટિંગમાં વધારે સમય જોઇએ. તેની પટકથા પર પણ વધારે કામ કરવું પડે જયારે મ્યુઝિકક વિડીયોમાં એવું નથી હોતું. પંજાબીમાં તે ખૂબ જોવાય છે એટલે કામ કરી લીધું. થોડા દિવસના શૂટિંગમાં એવા વિડીયો પૂરા થઇ જાય. શૂટિંગ પર વધારે લોકો પણ ન હોય એટલે ચિંતા ઓછી. ‘અનામિકા’ વેબ સિરીઝ તો વિક્રમ ભટ્ટની છે અને સોનાલી સાથે સની લિઓની પણ હોવાથી વધારે પ્રેક્ષકો જોશે. સલમાનખાન સાથે ‘થમ્સઅપ’ એડ ફિલ્મમાં કામ કરી ચુકેલી સોનાલીની ઇચ્છા છે કે કોઇ ફિલ્મમાં પણ સલમાન સાથે કામ કરે. એડના શૂટિંગ વખતે તે સલમાન તરફ ખેંચાયેલી અને કહેલું કે દરેક છોકરી ખેંચાય શકે એમાં મારો શું વાંક? આજે પણ જરૂર પડે તો સલમાનની સલાહ લે છે.