Vadodara

વિવિધ જગા પર લાગેલા 69 પૈકી 15 ગ્રેન્ટી ગેટ ઊતારાયા

વડોદરા : ૧૭ જુનના રોજ ભારે પવન સાથે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરતા ફતેગંજ કારેલીબાગ જવાના રોડ પર ગ્રેન્ટ્રી ગેટ ધરાશય થઇ ગયો હતો.  શહેરમાં ૭૦ જેટલા છે જેમાંથી ૧૫ જગ્યા પરથી ગ્રેન્ટ્રી ગેટ કરવાના બાકી છે. પાલિકાએ ગ્રેન્ટ્રી ગેટ ઉતારીને અલકાપુરી પોલીસ ચોકીની પાછળ અરે લાલબાગ બ્રિજ ની બાજુમાં ઉતારીને મૂકી દેવામાં આવ્યો છે. પાલીકાના ગ્રેન્ટ્રી ગેટ ના કોન્ટ્રાક્ટર રવિ કોમ્યુનિકેશન ને બ્લેકલિસ્ટ કર્યા બાદ હવે નવો કોન્ટ્રાક્ટ માટે ટેન્ડર બહાર પાડવામાં જોકે ગ્રેન્ટી ગેટ જેમ  શહેરમાં જે ચાર રસ્તા પર ભયજનક હોડીગસ તોતીગ પણ કાઢે નાખે તેવી નાગરિકો ની માંગે છે.

શહેર માં ૧૭ જૂનના રોજ ભારે પવન સાથે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરતા ફતેગંજ કારેલીબાગ જવાના રોડ પર ગ્રેન્ટ્રી ગેટ ધરાશય થઇ ગયો હતો. પાલિકા એ સ્ટ્રક્ચર એન્જિનિયર ને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. અને કોન્ટ્રાક્ટર રવિ કોમ્યુનિકેશને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યું હતો. ગ્રેન્ટ્રી ગેટ જે બનાવવામાં આવ્યા હતા તે હલકી ગુણવત્તા હોવાના કારણે અને ચોમાસા દરમિયાન મોટી હોનારત ના થાય તેને લઈ પાલિકાએ વડોદરા શહેરમાં 69 જગ્યા પર ગ્રેન્ટ્રી ગેટ લગાવવામાં આવ્યા છે. જેમાં પાલિકાએ જાહેર રસ્તા પર થી હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. વડોદરા શહેરમાં ૧૫ જગ્યા પરથી હજુ ગ્રેન્ટ્રી ગેટ હટાવવાની કામગીરી પાલિકા દ્વારા કરવામાં આવી રહી છે. પાલિકા ગ્રેન્ટી ગેટ હટાવ્યા પછી તેનો કાટમાળ જે તે જગ્યા પર જ મૂકી દેવામાં આવ્યો છે.જોકે તે પણ એક દબાણ રૂપ જેવું થઈ ગયું છે. પાલિકાએ અલકાપુરી પોલીસ ચોકી પાછળ અને લાલબાગ બ્રિજ નીચે ઉતાર્યા બાદ પેલેસ જવાના રોડ પર ગ્રેન્ટી ગેટ નો કાટમાળ મૂક્યો છે. પાલિકા કાટમાળ માટે પણ અલગ વ્યવસ્થા કરવી જોઈએ.

આ ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોર્ડિંગ ઉતારીને નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના લગાવવામાં આવ્યા. તથા નવ નિયુક્ત રાજેન્દ્ર ત્રિવેદી અને મનીષા વકીલને શુભેચ્છા આપતા હોર્ડિંગ્સ પણ શહેરમાં દેખાવા માંડ્યા છે. સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ગ્રેન્ટ્રી ગેટ વડોદરા શહેરમાંથી ગ્રેન્ટી ગેટ હટાવવાની કામગીરી ચાલી રહી છે તેને હટાવ્યા બાદ નવા  ગ્રેન્ટ્રી ગેટ લગાવવામાં આવશે તેના કોન્ટ્રાકટ માટે ટેન્ડર બહાર પાડવામાં આવશે. જોકે આ વખતે કડક નિયમો બનાવામાં આવશે.

Most Popular

To Top