Gujarat

રૂપાણી ગયા બાદ હવે દાદાએ સચિવાલયના દરવાજા મુલાકાતીઓ માટે ખુલ્લા મુકી દીધા

ગાંધીનગરમાં રૂપાણી સરકાર ગયા બાદ હવે નવા નીમાયેલા સીએમ ભૂપેન્દ્ર પટેલે (દાદા) રાજયના પ્રજાજનો પોતાની રજૂઆત મુખ્યમંત્રી , મંત્રીઓને તેમજ અધિકારીઓને કરી શકે તે માટે પ્રવેશ પાસ ઈશ્યુ કરવાનો નિર્ણય કર્યો છે. એટલે કે છેલ્લા દોઢેક વર્ષથી એટલેકે કોરોનાની પહેલી લહેરથી આ પ્રવેશ પ્રક્રિયા બંધ છે, તેને મુખ્યમંત્રીએ ફરીથી ચાલુ કરવા આદેશ કર્યો છે. ખાસ કરીને સચિવાલયના ગેટ નંબર 1 અને ગેટ નંબર 4 પરથી પ્રવેશ પાસ ઈશ્યુ કરવામાં આવનાર છે.

મુખ્યમંત્રીના આદેશના પગલે હવે સામાન્ય વહીવટ વિભાગ દ્વ્રારા નોટિફિકેશન પણ ઈશ્યુ કરી દેવાયુ છે. જેના ભાગરૂપે મંગળવાર તા.21મી સપ્ટે.થી સચિવાલયમાં ગેટ નંબર 1 અને ગેટ નંબર 4 પરથી પ્રવેશ આપવા માટે પાસ ઈશ્યુ કરાશે. આ રીતે મુલાકાતીઓના પ્રવેશ પર અગાઉ જે નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. તે કોરોનાના કેસો ઘટતા હટાવી લેવાયા છે. જો કે નોટિફિકેશનમાં એ પણ જણાવવામાં આવ્યુ છે કે મુલાકાતીઓએ કોરોનાની ગાઈડલાઈનનું અવસ્ય પાલન કરવાનું રહેશે. એટલે માસ્ક પહેરવાનું રહેશે.

(ઓકે) મુલાકાતીઓને નવા સચિવાલયના ગેટ નં-૧-૪ પરથી પ્રવેશ પાસ થકી પ્રવેશ અપાશે
ગાંધીનગર: રાજ્યમાં કોવિડ- કોરોના સંક્રમણની સ્થિતિમાં સુધારો થતાં રાજ્યના નાગરિકો પ્રજાજનો પોતાના કામકાજ માટે ગાંધીનગર સચિવાલયની મુલાકાત લઈ શકે તે માટે નવા સચિવાલય સ્વર્ણિમ સંકુલ 1 અને 2માં પ્રવેશ પાસ મેળવી મુલાકાતની પ્રવેશનો આવતીકાલે 21 સપ્ટેમ્બરથી ફરી શરૂ કરવામાં આવશે, તેવો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.

રાજ્યમાં કોરોના સંક્રમણના પરિણામે માર્ચ-ર૦ર૦થી નવા સચિવાલય સંકુલમાં મુલાકાતી પ્રવેશ પર મુકવામાં આવેલા આ નિયંત્રણો હવે કોરોના કેસોનું પ્રમાણ ઘટતાં દૂર કરવાનો નિર્ણય કર્યો છે.રાજ્યના સામાન્ય વહિવટ વિભાગે બહાર પાડેલા પરિપત્રમાં જણાવ્યું છે કે આવતીકાલ મંગળવાર તા.ર૧ સપ્ટેમ્બર-ર૦ર૧થી કામકાજના દિવસો દરમ્યાન નવા સચિવાલય સંકુલમાં રાબેતા મુજબ પ્રવેશ આપવામાં આવશે.

આવતીકાલ મંગળવાર તા.ર૧મી સપ્ટેમ્બરથી ગાંધીનગરના નવા સચિવાલયના ગેટ નં-૧ અને ગેટ નં-૪ મારફતે મુલાકાતીઓ-નાગરિકોને પ્રવેશ પાસ થકી પ્રવેશ આપવામાં આવશે. પ્રવેશ મેળવનારા નાગરિકો-મુલાકાતીઓને માસ્ક/ફેઇસ કવર પહેરવા તેમજ કોરોના સંક્રમણ નિયંત્રણ અંગેની માર્ગદર્શિકા SOPનું પાલન કરવાનું રહેશે.

Most Popular

To Top