Gujarat

સુરતમાં 4 સાથે રાજ્યમાં કોરોનાના નવા માત્ર 8 કેસ

રાજ્યમાં કોરોનાના કેસો હવે સતત ઘટી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસો ઘટીને 8 સુધી પહોંચી ગયા છે, જ્યારે એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી. આરોગ્ય વિભાગના સત્તાવાર સૂત્રોએ આજે કહ્યું હતું કે સુરત મનપામાં 4 કેસો, વડોદરા મનપામાં 2, વડોદરા જિ.માં 1 અને વલસાડમાં 1 કેસ નોંધાયો છે.

હાલમાં રાજ્યમાં કોરોનાના 136 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જેમાં 3 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 133 દર્દીઓની સ્થિતિ સ્થિર છે. આજે રાજ્યમાં 15 દર્દીઓ સાજા થઈ જતાં તેઓને રજા આપી દેવાઈ છે. જેના પગલે રાજ્યમાં દર્દીઓનો રિકવરી રેટ 98.76 ટકા જેટલો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 815505 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે સારવાર દરમ્યાન રાજ્યમાં અત્યાર સુધીમાં 10082 દર્દીઓનું મૃત્યુ થયું છે.

રસીકરણ રાજ્યમાં રવિવારે દિવસ દરમ્યાન 2.52 લાખ લોકોનું કોરોના સામે રસીકરણ કરાયું છે. જેમાં 45 વર્ષથી વધુ ઉંમરના 27792 લોકોને રસીનો પહેલા ડોઝ અને 45 વર્ષથી વધુ ઉંમરના 41624 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. તેવી જ રીતે 18થી 45 વર્ષના 72864 લોકોને રસીનો પ્રથમ ડોઝ અને 18થી 45 વર્ષના 107689 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. રાજ્યમાં અત્યાર સુધીમાં 5,66,87,540 લોકોને રસી આપવામાં આવી છે.

Most Popular

To Top