Charchapatra

સરકારી નોકરી કરનારાને ચૂંટાયેલા રાજકારણીઓને મળતા પગાર-ભથ્થા પર કાપ મુકો

ભારતનો યુવાન ઉચ્ચ ભણતરવાળો કે મધ્યમકક્ષાનું ભણતરવાળો નોકરી માટે સરકારી નોકરી મેળવવાનાં પ્રથમ પ્રયત્નો કરે છે. કારણ સરકારી નોકરીમાં મોટામાં ફાયદો પેન્શનનો હોય છે. બિન સરકારી નોકરીઓમાં આ સગવડ હોતી નથી. હાલમાં જ ગુ.મિ. નાં તંત્રીશ્રીએ પોતાનાં લખાણમાં આ વિષે વિશદ્‌ ચર્ચા કરી હતી. સરકારી નોકરીમાં સાઠ વર્ષની ઉંમર પછી  નિવૃત્તિ મળે છે અને પોતાના છેલ્લા પગારની રકમ જીવે ત્યાં સુધી પેન્શનરૂપે મળ્યા કરે છે. જયારે બીન સરકારી નોકરીમાં શરીર કામ કરતું બંધ થાય એટલે નિવૃત્તિ ગણવામાં આવે છે. પેન્શન મળતું નથી. મોટી સંસ્થાઓમાં ગ્રેજયુઇટી, પી.પી.એફ. જેવી સ્કીમો હોય છે પરંતુ તે રકમ નિવૃત્તિ પછી ઘણે ભાગે દેવું ભરવામાં યા સંતાનોના ભણતર વગેરે ખર્ચમાં જ વપરાય છે.

નિવૃત્તિ જીવન બીન સરકારી નોકરો માટે ઘણું કપરું બને છે.  સરકારમાં અને બીન સરકારી નોકરીમાં પગાર ધોરણનો પણ  બહુ મોટો તફાવત છે. ગ્રેજયુએટ થયેલાં ટેબલ ખુરશી પર બેસવા લાયક યુવાનો પણ સરકારી નોકરીમાં પટાવાળા – પ્યુન તરીકે નોકરી કરતાં જોવામાં આવે છે. સરકારી તંત્રમાં તો પ્રધાનો, સાંસદો, ધારાસભ્યોને બબ્બે ત્રણ ત્રણ પેન્શનો મળે છે. ભથ્થાઓ જ પગાર કરતાં વધારે હોય છે. કોંગ્રેસનાં બીન બંધારણ અને એક હથ્થુ કારભારમાં તો ભારતની પ્રજાએ આશા રાખી નહોતી પરંતુ ભાજપ સરકાર પાસે ઘણી આશા રાખી હતી પરંતુ ભાજપ સરકારે પણ આ બાબતમાં આંખ આડા કાન કર્યા છે. ભાજપ સરકારે પગાર નિયંત્રણ પર ખાસ ધ્યાન આપી ફેરફાર કરવાની જરૂર છે.

બેરોજગારોને લોન વગેરે લોલીપોપ આપી સમજાવી મૂકયાં છે. આને લીધે ભારતનું ઉચ્ચ શિક્ષણ લીધેલું યુવા ધન પરદેશમાં ભરેલું છે. ઉચ્ચ ભણતર મેળવેલાં યુવાનો આજે યોગ્ય નોકરી અને પગાર વગર રઝળે છે. જયારે ચાર ચોપડી ભણેલ વ્યકિત નાણાં પરથી પ્રધાનપદુ મેળવે છે. જો ભાજપ સરકાર પોતાને પ્રજાહિતની, રાષ્ટ્રવાદી, સરકાર ગણાવતી હોય તો પ્રથમ પ્રધાનોનાં પગારો પર નિયંત્રણ લાવવની જરૂર છે. આ બધાં પ્રજાના સેવક છે, સરકારનાં નોકર નથી.
પોંડીચેરી – ડો. કે. ટી. સોની    – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top