Madhya Gujarat

સંતાનને ઉડાન ભરવા માટે ખુલ્લું આકાશ આપવું જોઈએ

આણંદ : આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકામાં દર વર્ષે ચોક્સી માંહાજન એસીસીએશન દ્વારા બાળકોને અભ્યાસમાં પ્રોત્સાહન મળે તે હેતુથી ઇનામો તથા ટ્રોફી આપવામાં આવે છે. આ વર્ષે આ શુભ પ્રંસગે ઉમરેઠના ડીવાયએસપી તરીકે પસંદગી પામેલ ક્રિશ્ના તુષારભાઇ શાહના હસ્તે ઇનામો વિતરણ કરવામાં આવ્યું હતું. ઉમરોઠમાં 12મી સપ્ટેમ્બર, 2021ના રોજ ચોક્સીમાંહાજન એસીસીએશન દ્વારા બાળકોને અભ્યાસમાં પ્રોત્સાહન મળે તે ખાતર ઇનામ વિતરણ સમારોહ નાસીકવાળા હોલમાં યોજાયો હતો.

આ પ્રંસગે ઉમરેઠના ડીવાયએસપી તરીકે પસંદગી પામેલ ક્રિશ્ના તુષારભાઇ શાહ અને અને તેમના ફિયાન્સ મિલનભાઈ પ્રકાશભાઈ મોદી હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરુઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. બાદમાં મહાજનના પ્રમખ પરાગભાઈ ચોકસી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું અને નવા વર્ષના પ્રમુખ તરીકે ગૌરાંગભાઈ ચોકસીને જાહેર કર્યા હતા. દિવ્યેશભાઈ દોશી દ્વારા આગળના કાર્યક્રમની માહીતી આપવામાં આવી હતી.

બાદમાં મહાજનના બાળકોને ઇનામો અને ટ્રોફી આપીને અભ્યાસ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને મહાજનના સદસ્યોને સભ્યપદ સર્ટીફીકેટ ક્રિષ્ના શાહ તથા મિલન મોદીના હસ્તે આપવામાં આવ્યા હતા. પરાગભાઈ ચોકસીએ ક્રિષ્ના શાહની બાળપણ થી ડીવાયએસપી સુધીની સફરની માહિતી આપીને વિદ્યાર્થીઓને જીવનમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. બાદમાં  ક્રિષ્ના શાહ તથા મિલન મોદીનું સન્માન પત્રો અને ચોકસી મહાજનના લોગો વાળા સ્મૃતીચિંહ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

ક્રિષ્નાએ ખાસ બાળકોના માતા-પિતાને સલાહ આપતા જણાવ્યું હતું કે, સંતાનને ઉડાન ભરવા માટે ખુલ્લું આકાશ આપવું જોઈએ, નહિ કે તેમની પાંખો કાપી લેવી જોઈએ.મારી સફળતાનું શ્રેય મારા પરીવારના સાથને જાય છે. બાદમાં મિલનભાઈ મોદીએ મહાજનનો સન્માન બદલ આભાર વ્યક્ત કરીને મહાજનને પડતી દરેક તકલીફોમાં સહાયતા કરવાની ખાતરી આપી હતી. ઇનામ મેળવનાર વિદ્યાર્થીઓએ તેમનો અનુભવ શેર કરીને અંતે આભારવિધી કરવામાં આવી હતી.

Most Popular

To Top