સંખેડા : સંખેડા તાલુકાના પીપળસટ ગામની સીમમાં ખેતરે ગયેલ પિતા અને પુત્રનું કરંટ લાગતા મૃત્યુ પામ્યા હતા. ત્યાર બાદ તેનાથી 500 મીટર દૂર વધુ એક યુવાનની લાશ તારમાં ફસાયેલા પગની સ્થિતિમાં મળતા સંખેડા પોલીસે તપાસ અર્થે ખેતરમાં પહોંચ્યા હતા અને મોડી રાત્રે વીજ કંપનીના કર્મચારીઓ પણ ત્યા પહોંચી ગયા હતા. સંખેડા તાલુકાના પીપળસટ ગામની સીમ માં ખેતરમાં મોડી સાંજે બનેલા આ બનાવ અંગે પ્રાપ્ત થયેલી વિગતો મુજબ પીપળસટ ગામના બારીયા રાજુભાઇ હિંમતભાઈ ઉ વ 47 પોતાના ઘરે સમયસરના પહોંચતાં તેનો પુત્ર બારીયા સંજય ભાઈ રાજુભાઈ તપાસ કરવા માટે ગયો હતો પુત્ર પણ ઘરે ન આવતાં તેની તપાસ હાથ ધરાઇ હતી.
સંજય ની મોટરસાયકલ ખેતરમાં જવાના રસ્તે દેખાતા ખેતરમાં તપાસ કરવામાં આવી હતી જ્યાં પિતા અને પુત્ર મૃત અવસ્થામાં મળી આવ્યા હતા આ બાબતે સંખેડા પોલીસને જાણ કરાઇ હતી પોલીસ પણ ઘટનાસ્થળે તપાસ અર્થે દોડી આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ ખેતરમાં ઊભા પાકના ભૂંડો થી રક્ષણ માટે તાર મા કરંટ હતો પોલીસે તપાસ હાથ ધરતા ખેતરમાંથી વધુ એક મૃતદેહ મળ્યો હતો.ખેતરમાં છોડેલા વીજ કરન્ટ ના કારણે પિતા પુત્ર અને અન્ય એક વ્યક્તિ મૃત્યુ પામ્યા હતા આ ત્રણ મૃતદેહો ને લઈ ટ્રેક્ટર દ્વારા સંખેડા રેફરલ હોસ્પિટલ માં લઇ જવામાં આવ્યા હતા ત્યારબાદ બપોરે તેમનું પોસમોટર્મ કરવામાં આવ્યું હતું જ્યારે ત્રીજો વ્યક્તિ મરણપામનાર નું નામ તડવી જસભાઈ રમણભાઈ (ઉ વ 28)ની છે.