Vadodara

SGST વિભાગનો સપાટો, બોગસ બિલીંગ કૌભાંડ ઝડપાયું

અમદાવાદ: સ્ટેટ જીએસટી વિભાગની બોગસ બિલીંગ સંદર્ભે મોટી કાર્યવાહી ગોધરાના ઉદ્યોગપતિ ઈરફાન મોહંમદફીરદોશ કોઠી અને ભાવનગરના અસલમ કલીવાલાની ઘરપકડ સ્ટેટ જીએસટી વિભાગની અન્વેષણ વિંગે તાજેતરમાં ભાવનગર ખાતે બોગસ બિલિંગનું મોટું કૌભાંડ શોધી કાઢેલ. જે સંદર્ભે વિભાગ દ્વારા સંખ્યાબંધ સ્થળોએ તપાસની કાર્યવાહી કરેલ હતી. સદર પ્રકરણમાં અત્યાર સુધી ૧૦ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ અને આ ૧૦ આરોપીઓ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. વિભાગની અન્વેષણ વિંગે સદર કૌભાંડ સંદર્ભે કરેલ ઘનિષ્ઠ કાર્યવાહીના પરિણામ સ્વરૂપે હાલ તારીખ ૧૪/૦૯/૨૦ ૨૧ ના રોજ ભાવનગર, સુરત, ગોધરા, અમદાવાદ, મહેસાણા સહિતના સંખ્યાબંધ સ્થળોએ દરોડાની કાર્યવાહી શરૂ કરેલ છે.

સદર દરોડાની કાર્યવાહીમાં વિભાગની ટીમોએ બોગસ બિલિંગને લગતા સંખ્યાબંધ પુરાવા કજે કરેલ છે અને તપાસ હાલ ચાલી રહેલ છે. સાથોસાથ બોગસ બિલિંગ દ્વારા ખોટી વેરાશાખ મેળવતા એકમો સામે પણ વિભાગે ઝુંબેશ હાથ ધરેલ છે આ ઝુંબેશના ભાગરૂપે આવી ખોટી વેરાશાખ લેનાર કોઠી સ્ટીલ લિમિટેડના ગોધરા, ભાવનગર અને વડોદરા ખાતેના વિવિધ પ્લાન્ટ્સ, ઓફિસ તથા ડિરેકટરોના રહેઠાણનાં સ્થળોએ તપાસની કાર્યવાહી કરેલ છે.

કોઠી સ્ટીલ લિમિટેડ લોખંડના સળીયા અને ઇન્ગોટના ઉત્પાદન અને વેચાણ કરે છે. તપાસ દરમ્યાન ધ્યાને આવેલ છે કે કોઠી સ્ટીલ લિમિટેડે રૂપિયા ૨૪ કરોડ જેટલી ખોટી વેરાશાખ મેળવી કરચોરી કરેલ છે. સાથોસાથ કોઠી સ્ટીલ લિમિટેડની ભગિનિ કંપની એચ.કે.ઇસ્પાત પ્રાઇવેટ લિમિટેડના સ્થળોએ પણ તપાસની કાર્યવાહી કરેલ છે. આ કંપનીએ પણ અંદાજે રૂપિયા ૧.૩૩ કરોડની ખોટી વેરાશાખ મેળવેલ હોવાનું અત્યાર સુધીની તપાસમાં ધ્યાને આવેલ છે.

કોઠી સ્ટીલ લિમિટેડ અને એચ.કે.ઇસ્પાત પ્રાઈવેટ લિમિટેડ બંને કંપનીઓના બેન્ક ટ્રાજેક્શન સહિતના તમામ વાણિજ્યક વ્યવહારો ઇરફાન મોહમદકિરદોશ કોઠી કરતા હોવાનું વધુમાં ભાવનગર સ્થિત બ્લ સ્ટાર ટ્રેડિંગ કંપનીના ધંધા તથા માલિકના રહેઠાણના સ્થળે અગાઉ વિભાગ દ્વારા તપાસની કાર્યવાહી કરવામાં આવેલ. જેમાં કુલ રૂપિયા ૪૧.૩૮ કરોડના ફક્ત બિલો ઈક્યૂ કરી રૂપિયા ૬.૩ ૧ કરોડની કરચોરી મળી આવેલ હતું.

પેઢીના માલિક અસલમ કલીવાલા નાદુરસ્ત તબિયત દર્શાવી હોસ્પિટલમાં દાખલ થયેલ અને બાદમાં જુદી જુદી શારીરિક તકલીફો દર્શાવી અલગ-અલગ હોસ્પિટલોમાં દાખલ થયેલ. જેના ઉપર વિભાગ દ્વારા સતત વોચ રાખવામાં આવેલ. હોસ્પિટલ દ્વારા અસલમ કલીવાલાને ડિસ્ચાર્જ અપાતા વિભાગ દ્વારા તુરંત કાર્યવાહી કરી તારીખ ૧૪/૦૯/૨૦૨ ૧ના રોજ આરોપી અસલમ કલીવાલાની ઘરપકડ કરી તેને નામદાર કોર્ટ સમક્ષ રજુ કરેલ અને નામદાર કોર્ટ દ્વારા આરોપી અસલમ કલીવાલાને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલ છે.

અત્રે ઉલ્લેખનિય છે કે અગાઉ અસલમ કલીવાલાના પત્નિ શબાના કલીવાલાની એચ કે મેટલ પ્રકરણે ધરપકડ કરવામાં આવેલ હતી. શબાના કલીવાલા હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. સદર પેઢીઓના બિલીંગ કૌભાંડમાં શબાના કલીવાલા અને અસલમ કલીવાલાનો પુત્ર હસન કલીવાલા પણ સંડોવાયેલ હોઇ તેની પુછપરછ માટે સમન્સ ઇશ્ય કરવામાં આવેલ. પરંતુ હસન કલીવાલા વિભાગ સમક્ષ હાજર રહેવાનું ટાળી, નાસતો ફરતો હોઇ વિભાગે નિયમાનુસારની કાર્યવાહી હાથ ધરેલ છે.

Most Popular

To Top