વડોદરા: ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલ શપથ વિધિ કર્યા બાદ મંત્રી મંડળનું પણ વિસ્તરણ કરવામાં આવનાર છે. ત્યારે વડોદરાના ધારાસભ્ય છેલ્લા ત્રણ દિવસથી ગાંધીનગર ખાતે ધામાં નાખેલા છે. અને મંત્રીમંડળમાં પોતાનું નામ સમાવેશ કરવા માટે લોબીગ ચલાવી રહ્યા છૅ. મંત્રીપદ વડોદરા ધારાસભ્યને આપવામાં આવ્યું તેને વડોદરા ને કશું આપ્યું નથી. એક પણ ધારાસભ્ય મંત્રી પદના લાયક ના હોવા છતાં પોતે પ્રબળ દાવેદાર હોય તેમ સોશિયલ મીડિયામાં મારો ચલાવી રહ્યા છે. 25 થી 30 વર્ષથી જે ધારાસભ્ય વડોદરામાં ઠોકી બેસાડ્યાં છે તેવા ધારાસભ્યોએ કર્યા હોય એવા 30 કામ કહી બતાવે. વારંવાર સરકારને બાનમાં લઇ પોતાના અટકેલા કામો કરાવી લે છે. જોકે વારંવાર જે ધારાસભ્ય સરકારમાં રહીને સરકારને બાનમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે તે ધારાસભ્યો મૂળ ભાજપી-આર એસ એસ સંઘથી નથી.
