Gujarat

કોરોના સિવાય અન્ય કારણોથી બાળકના માતા કે પિતાનું મૃત્યું થયું હોય તો 30મી જૂન પછી લાભ નહીં

કોરોનાની પહેલી કે બીજી લહેર દરમ્યાન રાજયમાં અનાથ થયેલા બાળકો તેમજ માતા કે પિતા બેમાંતી કોઈ એકને ગુમાવનાર બાળકોને સહાય આપવાની મુખ્યમંત્રી બાળ સહાય યોજના હાલમાં ચાલુ જ છે. જો તે 30મી જુન પછી કોરોના કેસો રાજયમાં ઘટી ગયા છે ત્યારે તે પછી બાળકોના માતા કે પિતા અન્ય બિમારીઓના કારણે મૃત્યુ પામ્યા હશે તો તેમને સહાય નહી મળે તેવી સ્પષ્ટતા આજે સીએમ વિજય રૂપાણીએ કરી છે.

રૂપાણીએ કહ્યું હતું કે બાળ સહાય યોજના બંધ કરાઈ નથી. 30મી માર્ચથી 30મી જુન 2021 સુધીમાં જે બાળકો અનાથ થયા હોત અથવા તો માતા કે પિતા બેમાંતી એકને ગુમાવ્યો હોય તો યોજનાના લાભ ચાલુ જ છે. 30મી જુન-2021 પછી રાજયમાં કોરોનાના કેસો ઘટ્યા છે એટલે તેને કોરોનાનો સમય કહી શકાય નહીં. સરકાર પાસે જે ફોર્મ આવ્યા છે, તેમાં કોરોના સિવાયના અન્ય કારણો લખવામાં આવ્યા છે. તેને વિચારણામાં લીધા નથી.

સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના સત્તાવાર સૂત્રોએ કહયું હતું કે માર્ચ 20થી જુન 2021 સુધીના કોરોના કાળ દરમિયાન ગંભીર બિમારીથી માતા-પિતા ગુમાવનારા નિરાધાર બાળકોને મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ બાળકની વય ૧૮ વર્ષથી થતા સુધી આપવાનું યથાવત જ રહેશે. જુલાઇ-ર૦ર૧માં શરૂ કરેલી મુખ્યમંત્રી બાળ સેવા યોજના અન્વયે કોરોના કાળ દરમ્યાન કોરોના જેવી ગંભીર બિમારીથી માતા-પિતા બંન્નેનું મૃત્યુ થવાથી નિરાધાર બનેલા ૧૦૦૦ ઉપરાંત બાળકોને માસિક રૂ. ૪ હજારની સહાય ચૂકવવામાં આવેલી છે.

તા.ર૮ મી જૂલાઇએ એવો નિર્ણય પણ કર્યો છે કે, આવી બિમારીથી જો કોઇ બાળકના માતા કે પિતા બેમાંથી કોઇ એકનું મૃત્યુ થયું હોય તો તેવા બાળકને પણ માસિક રૂ. ર હજારની સહાય રાજ્ય સરકાર આપશે. આવા આશરે ૪ હજાર બાળકોને બાળક દીઠ રૂ. ર હજારની સહાય ગત તા.ર ઓગસ્ટે રાજકોટ ખાતેથી ડી.બી.ટી દ્વારા એટ વન કલીક સીધી જ બેંક એકાઉન્ટમાં સંપુર્ણ પારદર્શીતાથી ચૂકવી પણ આપી છે , આવી સહાય પણ બાળકની વય ૧૮ વર્ષની થાય ત્યાં સુધી ચાલુ રાખવામાં આવશે

Most Popular

To Top