SURAT

સતત બીજા દિવસે ઉકાઈ ડેમમાં 1.75 લાખ ક્યૂસેક પાણીની આવક, સપાટી 337ને પાર

સુરત: (Surat) ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલા મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના રેઈન ગેઝ સ્ટેશનો ઉપર છેલ્લા ત્રણેક દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. વીતેલા ૨૪ કલાકમાં પણ સારો એવો વરસાદ (Rain) નોંધાતા ઉકાઈ ડેમમાં (Ukai Dam) સતત બીજા દિવસે ૧.૭૫ લાખ ક્યુસેક પાણીની આવક ચાલુ રહી હતી. આ સાથે ડેમની સપાટી આજે સાંજે 337 ફુટને પાર પહોંચી હતી. જોકે ડેમનું રૂલ લેવલ (Rule level) 340 ફુટ હોય ડેમની સપાટી 340 ફુટ સુધી લઇ જવાશે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમ આ વખતે મધ્યપ્રદેશ અને ગુજરાતના બોર્ડર ઉપર સ્થિર થતાં છેલ્લા ત્રણેક દિવસથી દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્ર તથા મધ્યપ્રદેશના બોર્ડર પર આવેલા વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે. આ વરસાદને કારણે છેલ્લા બે દિવસથી ઉકાઈ ડેમમાં પાણીના નવા નીર આવી રહ્યા છે. સતત બીજા દિવસે ઉકાઈ ડેમમાં ૧.૭૫ લાખ ક્યુસેક પાણીની આવક નોંધાઇ હતી. સાંજે આવક ઘટીને 1.43 લાખ કેસુસેક રહી છે. આ સાથે જ ઉકાઈ ડેમની સપાટી આજે સાંજે ૩૩૬.૯૪ ફુટ નોંધાઇ છે. જે રાત સુધીમાં 337 ફૂટ નેપાર પહોંચશે. આગામી ૪૮ કલાકમાં સપાટી રૂલ લેવલ 340 ફુટને પાર થશે.
ઉકાઈ ડેમના ઉપરવાસમાં વિતેલા ૨૪ કલાકમાં કુલ 285 મીલીમીટર વરસાદ નોંધાયો છે. જેના કારણે ડેમમાં સતત બીજા દિવસે પાણીનો મોટો જથ્થો ઠાલવવાનુ્ ચાલુ રાખવામાં આવ્યું હતું. ઉકાઈ ડેમનું રૂલ લેવલ 340 ફુટને પાર જતા સુરતીઓના માથા પરથી આગામી બે વર્ષ સુધી પાણીનું સંકટ ટળી જશે.

બે દિવસમાં સપાટી સીધી 3 ફૂટ વધી
ઉકાઇ ડેમના ઉપરવાસમાં પડેલા મૂશળધાર વરસાદને પગલે ઉકાઇ ડેમની સપાટી સડસડટ વધવા માંડી છે. ઉકાઇ ડેમની સપાટી અડતાલીસ કલાકમાં 3 ફૅુટ વધી ગઇ છે. હજી પણ સપાટી વધશે.ડેમમાં ધસમસતા આવી રહેલા પાણીની આવક જોતા નજીકના દિવસોમાં ડેમ ભયજનક સપાટીએ પહોચી જશે. હાલ ડેમની સપાટી સતત વધતા તંત્રવાહકો ઉપરવાસ તરફ મીટ માંડી રહયા છે. ઉપરવાસના ગેજ સ્ટેશન ઉપરથી આવી રહેલા પાણીનું આકલન કરી ડેમ તંત્રવાહકો વોટરમેનેજમેન્ટની સ્કીલ ઉપર નજર નાંખી રહયા છે.

  • સ્ટેશન વરસાદ મીમી
  • ટેસ્કા ૨૨.૨૦
  • લખપુરી ૩૬.૨૦
  • ચીકલધરા ૨૩
  • ગોપાલખેડા ૨૨.૪૦
  • ખેતીયા ૨૩
  • નંદુરબાર ૩૭.૭૦
  • નિઝામપુર ૬૮.૨૦

Most Popular

To Top