રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ મનપામાં કોરોનાના 4 નવા કેસ સાથે માત્ર 10 કેસ નોંધાયા હતા. રાજ્યમાં નોંધાયેલા કેસમાં વડોદરા મનપામાં 2, જામનગર મનપા, મહિસાગર, સુરત મનપા, વડોદરા ગ્રામ્યમાં 1-1 મળી કુલ 13 નવા કેસ નોંધાયા છે. ભાવનગર, ગાંધીનગર, જૂનાગઢ અને રાજકોટ મનપા સહિત રાજ્યના 35 જિલ્લાઓમાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી.
બીજી તરફ રાજ્યમાં 14 દર્દીઓ સાજા થયા છે. આમ અત્યાર સુઘીમાં કુલ 8,15,154 દર્દીઓ સાજા થયા હતા. કોરોનાથી સાજા થવાનો દર 98.76 ટકા રહ્યો છે. હાલમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 151 થઈ છે. તેમાંથી 04 દર્દીઓ વેન્ટિલેટર પર છે, અને 147 દર્દીઓ સ્ટેબલ છે. શનિવાર સાંજે ચાર વાગ્યા સુધીમાં 4,32,039 વ્યકિતઓને રસી આપવામાં આવી છે.
આજે હેલ્થ કેર વર્કર અને ફન્ટ લાઈન વર્કર પ્રથમ ડોઝ 19 અને બીજો ડોઝ 4,602, તેવી જ રીતે 45 વર્ષથી વધુ ઉંમરના પ્રથમ ડોઝ 73,212 અને બીજો ડોઝ 52,664 જ્યારે 18-45 વર્ષ સુધીના પ્રથમ ડોઝ 2,27,450 અને બીજો ડોઝ 74,093, આમ કુલ 4,32,039 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 4,54,69,490 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું છે