National

પાંચ વર્ષમાં 60 કરોડ ધર્માંતરણ માટે મંગાવાયા : પોલીસ કમિશનર

વડોદરાં દેશભરમાં વટાળવૃત્તિ કૌભાંડના માસ્ટર માઇન્ડ સલાઉદ્દીન આણિ મંડળીએ વિદેશથી ૬૦ કરોડનું માતબર ફંડ પાંચ વર્ષમાં એકત્ર કરીને ધર્માંતરણમાં વાપર્યા હોવાનું પોલીસ કમિ ‘ર સમશેર સિંધે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું. ધર્માંતરણના મુદ્દે કટ્ટરવાદી તત્વોએ વર્ષોથી દેશભરમાં હાહાકાર મચાવી મુક્યો હતો. જેનો પર્દાફાશ ઉત્તરપ્રદેશ એટીએસની ટીમે કર્યો હતો. તપાસમાં કટ્ટરવાદી મોલવી અને કેટલાક મુસ્લીમ સંગઠનોને ફંડ પુરૂ પાડતો સલાઉદ્દીન જૈનુદ્દીન શેખનું પણ નામ ખુલતા રેલો વડોદરા સુધી આવ્યો હતો. પોલીસ સતર્ક બનીને સમગ્ર કૌભાંડની અંદર ઊંડી ઉતરતા યુએસએ, યુએઇ, દુબઇ, લંડન, બાંગ્લાદેશ સહિતના મુસ્લીમ દેશોમાંથી ભંડોળ એકત્ર કરીને મજબુર હિન્દુ પરિવારોનું મુસ્લિમ ધર્મ અંગિકાર કરવા ઉપયોગ કરાતું હતું.

કમિ ‘રની સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમે તપાસ અંતર્ગત અત્યંત મજબુત પુરાવાઓ એકત્ર કર્યાની માહતી આપતા કમિ ‘રે એવું પણ જણાવેલ કે જે લોકો દુબઇ સહિતના દેશોમાંથી આફમી ચેરીટેબલ ટ્રસ્ટને ફંડીગ કરતા હતા. તેનો ઉપયોગ સામાજીક કાર્યો કરવાના બદલે ધર્માંતરણ કરવા માટે થયો હતો. જે દુબઇથી નાણાં મોકલનારના નામ ઠામ મળી ચુક્યા છે. તેમજ તે નાણાં હવાલા મારફતે વડોદરામાં કોના ખાતામાં આવતા હતા તે ઇસમને પણ પોલીસે સકંજામાં લઇ લીધો હોવાનો ઘટસ્ફોટ કર્યો હત.

સલાઉદ્દીન શેખ ઉમર ગૌતમ સહિતના ત્રણનો મુખ્ય આરોપી સહિત જે કસૂરવાર હશે તે તમામની જલ્દીથી ધરપકડ થશે. સમગ્ર કૌભાંડ મુખ્યત્વે હવાલા અને મની લોન્ડરીંગ દ્વારા ૬૦ કરોડ રૂપિયા આવ્યા હતા. તેમાંથી ૧૯ કરોડ આફમી ટ્રસ્ટને મળ્યા હતા. ગેરકાનૂની વૃત્તિઓનો ભાંડો ફુટ્યો હતો. ટ્રસ્ટમાંથી રોકડ મળતું ન હોવાથી બોગસ બીલ બનાવીને રોકડ પરત લોવાતા હતા. જે નાણાં વટાળવૃત્તિ માટે વપરાતા હતા. જેમાંથી ૬૦ લાખ રૂપિયા ઉમર ગૌતમને આપ્યા. કોમી તોફાનોના આરોપીઓને પણ નાણાં ભંડોળ પુરુ પડાતું હતું. ૧૦૩ મસ્જીદને ફંડ માંથી ૩ આસામની, ૮ ગુજરાત, ૪૫ મહારાષ્ટ્ર, ૧૭ મધ્યપ્રદેશ, ૩૦ રાજસ્થાન નો સમાવેશ થાય છે.

ગેંગના સાગરીતોનો જમ્મુ કાશ્મીર ભરૂચ, સુરતમાં અગણિત કનેક્શન હોવાથી અનેક દેશદ્રોહી તત્વો ટુંક સમયમાં સકંજામાં આવી જશે. જો કે પત્રકારો પ્ર ‘ોત્તરી કરીને ગુના અંતર્ગત વધુ વિગતો માંગે તે પૂર્વે પોલીસ કમિ ‘ર રવાના થઇ જતા મિડીયામાં આશ્ચર્યનું મોજુ ફરી વળ્યું હતું. આટલા બધા સંવેદનશીલ ગુનાની શક્ય તેટલી વધુ વિગત સપાટી પર આવે તો વધુ વટાળ વૃત્તિનો ભોગ બને તે પૂર્વે કેટલાક હિન્દુઓ ચેતી જાય અને દેશમાં સલામતીનું વાતાવરણ બની રહે.

Most Popular

To Top