Surat Main

ગણેશોત્સવ માટે તંત્રે કમર કસી: સુરતમાં કુલ 18 સ્થળોએ કૃત્રિમ તળાવો બનાવવામાં આવશે

સુરત: છેલ્લા દોઢ વર્ષથી કોરોના (corona)ની મહામારીને કારણે ગત વર્ષે કોઈ પણ તહેવારોને જાહેરમાં ઉજવણી (festival celebration) કરવા માટેની પરવાનગી (permission) આપવામાં આવી ન હતી. પરંતુ હવે કોરોનાની બીજી લહેર પુર્ણ થયા બાદ કોરોનાના સંક્રમણમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેથી હવે રાજ્ય સરકાર દ્વારા પણ તહેવારોની ઉજવણીમાં છુટછાટ આપવામાં આવી રહી છે.

આ વર્ષે જન્માષ્ટમી (janmasthami) તેમજ ગણપતિ ઉત્સવ (ganesh utsav)ની ઉજવણી માટેની પરવાનગી કોવિડ ગાઈડલાઈન સાથે આપવામાં આવી છે. જેથી હવે ગણેશ વિસર્જન માટે કૃત્રિમ તળાવ (artificial lake) બનાવવા કે નહીં તે અંગે પણ મનપા દ્વારા નિર્ણય કરી લેવાયો છે. અને શહેરમાં વિવિધ ઝોનમાં મળીને કુલ 18 સ્થળોએ કૃત્રિમ તળાવો બનાવવામાં આવશે. શહેરમાં ગણેશ ઉત્સવને લઈને ઘણી વિસંગતતાઓ હતી જેના પર ગઈકાલે મુખ્યમંત્રીએ પૂર્ણ વિરામ મૂકી દીધું છે અને હવે શહેરમાં જાહેર સ્થળોએ ગણેશ સ્થાપના માટેની પરમિશન આપી દેવામાં આવી છે.

જેથી હવે ગણેશ વિસર્જન માટેની વ્યવસ્થાઓ પણ મનપા દ્વારા શરૂ કરી દેવાઈ છે. શહેરમાં તાપી નદીમાં હવે કોઈ પણ પ્રતિમાઓનું વિસર્જન કરવા માટેની પરવાનગી નથી. જેથી મનપા દ્વારા દર વર્ષે વિસર્જન માટે કૃત્રિમ તળાવો બનાવવામાં આવે છે પરંતુ કોરોનાને કારણે કૃત્રિમ તળાવો બનાવવા કે કેમ તે અંગે પણ ઘણા પ્રશ્નો હતા પરંતુ ઘણી રજુઆતો બાદ હવે મનપાએ શહેરમાં કૃત્રિમ તળાવો બનાવવા માટેનો નિર્ણય કર્યો છે.

કયા કયા સ્થળો પર કૃત્રિમ તળાવો બનાવાશે

ઝોન                       સ્થળ                                   
અઠવા                      ડુમસ ગામ-કાંદિફળીયા ખાતે બે                      
                          સરસાણા રોડ-ધીરજ સન્સ ચોકડી પાસે
સેન્ટ્રલ                      ડક્કા ઓવારા પાસે                            
વરાછા                    હરે કૃષ્ણા ડાયમંડ એક્સપોર્ટની બાજુમાં, સીમાડા
                            વી.ટી.સર્કલ નજીક, સરથાણા, રામચોક પાસે મોટા વરછા                        
લિંબાયત                નવાગામ ડિંડોલી સી.એન.જી પંપથી નંદનવન રોડ તરફ     
ઉધના                     ભેસ્તાન ફાયર સ્ટેશન પાસે,
                          જૂની સબજેલ વાળી જગ્યા રિંગ રોડ
                           સચિન-સુડા સેક્ટર-3 નો કોમન પ્લોટ                
રાંદેર                       પાલ-હજીરા રોડ, નવી આર.ટી.ઓ ઓફિસ પાસે
                            ઈસ્કોન મંદિન સામે, જહાંગીરપુરા                    
કતારગામ              એચ-4, ઈડબલ્યુએસ આવાસ પાસે
                            કોઝ-વે પાસે(જુનો વિસ્તાર-કતારગામ,ફુલપાડા,વેડ)
                            આર-16, વણઝારાવાસ ઓવારા તરફ
                            મૌની સ્કુલ પાસે, લંકાવિજય                                       
કુલ                        18

Most Popular

To Top