નિમ્રત કૌરનું કહેવું છે કે કોરોના મહામારીને કારણે હું લાઇફનો આભાર માનતા શીખી છું. કોરોનાએ લોકોની લાઇફ પર બ્રેક લગાવી દીધી છે. સૌકોઈ સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરે છે. લૉકડાઉને લોકોના રોજગાર-ધંધા બંધ કરી દીધા છે. એવામાં લૉકડાઉનના અનુભવને જણાવતાં નિમ્રત કૌરે કહ્યું કે ‘પહેલા લૉકડાઉન વખતે હું પૂરી રીતે મારી સાથે ઘરે હતી. જોકે આ વખતે પણ હું ઘરે તો છું જ પરંતુ મારી સાથે નહોતી. તો એ રીતે મને થોડી રાહત મળી છે. હું એવા સ્થાને હતી જ્યાં મને કંપની મળી હતી અને હું તાજી હવાનો આનંદ સમયસર લેતી હતી. જોકે એ ખરેખર પડકારજનક સમય હતો.
જે લોકોએ પોતાના પ્રિયજનને ગુમાવ્યા તેમને માટે અને જેમણે વેઠ્યું છે તેમને માટે મને ખૂબ સંવેદના છે. મે મહિનામાં અમે શૂટિંગ પૂરું કર્યું અને ઘરે પાછા ફર્યા હતા. એ સમય ખૂબ અઘરો હતો. દરરોજ કોઈના નિધનના સમાચાર આવતા હતા અને અનેક લોકો આ બીમારી સામે લડતા હતા. આ ખરેખર કપરો કાળ છે. આજ સુધી મેં કદી મારા પ્રિયજનો, ફૅમિલી અને ફ્રેન્ડ્સ, રિલેટિવ્સ અને મારા કામના લોકો માટે આભાર વ્યક્ત નથી કર્યો. મને મળેલા દરેક નાનામાં નાના આશીર્વાદ માટે હું આભારી છું. સાથે જ કોઈ વસ્તુને હું અવગણી નથી રહી. વાસ્તવિકતા એ પણ છે કે આપણે આપણાં ફેફસાંમાં તાજી હવા લઈ રહ્યા છીએ, એને માટે પણ ઈશ્વરનો આભાર માનવો જોઈએ.’