Charchapatra

બળજબરીપૂર્વક સ્થળાંતર કરવા ફરજ પાડવી માનવાધિકાર વિરુદ્ધ છે

શું આઝાદી ને શું ગુલામી? ભાઈ આ પૃથ્વી ઉપર  જીવવાની જાગીરી કે હક્ક બસ જીવનાર એકલાનો જ છે? આ જ શક્તિશાળી શરીર જ્યારે ક્ષીણ થઈ જાય છે ત્યારે પરાધીન થઈ નિરંકુશ બની જાય છે. કુદરત સામે આપણું કઈં જ ચાલતું નથી. આપણી જે કંઈ શક્તિ છે તે મર્યાદિત  છે. આપણા ઉપર એક પરા શક્તિ રહેલી છે જેને આપણે નજરઅંદાજ કરવામાં વામણા ઊતર્યાં છીએ? આ સૃષ્ટિ ઉપર આપણો કે કોઈનો કાયમી ઈજારો નથી. જેથી એકજૂથ થઈ બળજબરીથી એના ઉપર સામ્રાજ્ય ઠોકી બેસાડી જીવવાની રીત ખોટી છે. જેઓ પરાપૂર્વથી જે પ્રાંતમાં વસતાં આવ્યાં છે તેઓની જમીન હડપ કરી જતા રહેવા બળજબરીપૂર્વક સ્થળાંતર કરવા ફરજ પાડવી એ માનવાધિકારની વિરુદ્ધ  છે.

આવાં તત્ત્વો સામે વિશ્વવ્યાપક ઝુંબેશ અને નક્કર કામગીરી હાથ ધરવામાં આવવી જોઈએ.  મહાસત્તાઓ છકી રહી છે. દિવસે નિરંકુશ બની રહી છે. આજે રાષ્ટ્ર સંઘનો પણ કોઈ જ પ્રભાવ નથી જણાતો. રાષ્ટ્ર સંઘનું સુકાન કોઇ સમગ્ર રાષ્ટ્રનું ન્યાયી હિત જોઈ શકે અને તેના નિર્ણયોનું રજેરજ પાલન કરી શકે એવા સુકાનીની તાતી જરૂર છે. આ વિશ્વની શાંતિ અને નિર્ભીકતા માટે એ દિશામાં ખાસ સંગઠિત બનવા માટે રાષ્ટ્રીય સંગઠનોએ જાગૃત થવા માટેનો સમય શું પાકી નથી રહ્યો?
ભગીરથ   – ત્રિવેદી વાંસદા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top