Business

મેન્ગ્રોવ વનસ્પતિઓ પૃથ્વીના કયા વિસ્તારોમાં વૃધ્ધિ- વિકાસ પામે છે?

મેન્ગ્રોવ જંગલો આપણી પૃથ્વીના ટ્રોપિકલ અને ઉપટ્રોપિકલ વિસ્તારોમાં ખાસ કરીને ૨૫ અંશ ઉત્તર અને ૨૫ અંશ દક્ષિણ અક્ષાંશો વચ્ચે જોવા મળે છે. તેઓ જમીન અને સમુદ્રને જોડતી આંતર સપાટી પર, અખાતી વિસ્તારોમાં, એસ્ચ્યુઅરી (નદીનો શરૂઆતનો વિસ્તાર કે જયાં તે ભરતીથી અસરગ્રસ્ત થાય છે) ના વિસ્તારોની આસપાસ અને રેતી કે કોરલ ખડકને કારણે સમુદ્રમાંથી છૂટા પડેલા તળાવ (લગુન)ના છીછરા પાણીમાં વૃધ્ધિ- વિકાસ પામે છે. તેઓ ઝાડીઝાંખરાઓ કે વૃક્ષો હોય જેઓ ૨૫ મીટર ઊંચાઇ સુધી વૃધ્ધિ- વિકાસ પામી શકે. તેઓ છોડવાઓના રાઇઝોફોરાસીઆ સમુદાયની વનસ્પતિઓ છે. મેન્ગ્રોવ વનસ્પતિઓના મૂળ તેમને ટેકો આપવા ઉપરાંત શ્વસન ક્રિયામાં મદદરૂપ થાય છે. આ નિવસન પ્રણાલીઓને ભરતીનાં જંગલો, કિનારાનાં વૃક્ષોનાં જંગલો અથવા સામુદ્રિક વરસાદી જંગલો પણ કહેવામાં આવે છે.

  • મેન્ગ્રોવ જંગલ વિસ્તારોને ઉચ્ચ કક્ષાનું સંરક્ષણ પૂરું પાડવામાં આવશે

વર્ષ ૨૦૧૧ માં જે ‘કિનારાના નિયમન ઝોન’ની જાહેરાત કરવામાં આવી હતી તેમાં આ મેન્ગ્રોવ જંગલોની ‘નિવસન સંવેદનશીલ વિસ્તારો’ તરીકે ઓળખ કરવામાં આવી હતી અને તેમને ‘CRZI’ની કક્ષામાં મૂકવામાં આવ્યા છે. તેનો અર્થ એ કે આ વન્ય વિસ્તારોને સૌથી ઉચ્ચ કક્ષાનું સંરક્ષણ પૂરું પાડવામાં આવે. ભારત સરકાર દ્વારા દેશવ્યાપી સ્તર પર જેમને અતિશય જાળવણી અને વ્યવસ્થાપનને આધીન રાખવા માટે યોગ્ય ગણવામાં આવ્યા છે તેવા મેન્ગ્રોવના ૩૮ વિસ્તારોની ઓળખ કરી લેવામાં આવી છે.

  • પૃથ્વીના પૂર્વીય અર્ધગોલકને મેન્ગ્રોવ વનસ્પતિઓનું અસલ ઘર માનવામાં આવે છે

મેન્ગ્રોવ જંગલો મુખ્યત્વે પૃથ્વીના બે વિસ્તારોમાં વ્યાપ્ત છે. પહેલો વિસ્તાર પૃથ્વીનો પૂર્વીય અર્ધગોલક છે, જેમાં ભારત, ઓસ્ટ્રેલિયા સહિતના પૂર્વીય આફ્રિકા અને એશિયાનો સમાવેશ થાય છે. બીજો વિસ્તાર પૃથ્વીનો પશ્ચિમી અર્ધગોલક છે જેમાં પશ્ચિમ આફ્રિકા અને અમેરિકાના દેશો છે. પૃથ્વીના પૂર્વીય અર્ધગોલકને આ મેન્ગ્રોવ વનસ્પતિઓનું ઘર માનવામાં આવે છે. તેઓ વધારે જૈવવૈવિધ્ય ધરાવે અને ૪૦ કરતાં વધારે પ્રજાતિઓ ધરાવે.

આની સરખામણીમાં નવી દુનિયાના મેન્ગ્રોવ જંગલો પોતાનામાં  ૧૦ પ્રજાતિઓ છે. દુનિયામાં ઇન્ડોનેશિયા એવો દેશ છે કે જે પોતાનામાં આ મેન્ગ્રોવ વનસ્પતિઓનો સૌથી મોટો વિસ્તાર ધરાવે છે. દુનિયાના ૩૦% મેન્ગ્રોવ વૃક્ષોનું આવરણ આ વિસ્તારમાં ત્યાર પછી બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા અને ભારતનો ક્રમ આવે છે. બીજો વિસ્તાર પૃથ્વીનો પશ્ચિમી અર્ધગોલક છે, જેમાં પશ્ચિમ આફ્રિકાના દેશો અને અમેરિકાનો સમાવેશ થાય છે. ભારતમાં આ મેન્ગ્રોવ વનસ્પતિઓની ૪૦ પ્રજાતિઓ છે. ઓરિસ્સાનું ભીતરકનિકા મેન્ગ્રોવની ૩૧ પ્રજાતિઓ ધરાવે છે. વર્ષ ૨૦૧૩ ની સરખામણીએ આ નવી દુનિયાના મેન્ગ્રોવ આવરણમાં ૧૧૨ કિ.મી. વર્ગ એરિયાનો વધારો થયેલો છે.

  • ભારતમાં મેન્ગ્રોવ જંગલોના આવરણ અને આગલી હરોળમાં પશ્ચિમ બંગાળ, ગુજરાત, અંદામાન અને નિકોબાર, આંધ્રપ્રદેશ અને ઓરિસ્સા છે.

ભારતમાં આ મેન્ગ્રોવ જંગલોના આવરણ બાબતે વિસ્તારની દૃષ્ટિએ આગલી હરોળમાં હોય તેવા પાંચ રાજય પશ્ચિમ બંગાળ ૨૧૦૫ કિ.મી., ગુજરાત ૧૧૦૭ કિ.મી., અંદામાન અને નિકોબાર ૬૧૭ કિ.મી., આંધ્રપ્રદેશ ૩૬૭ કિ.મી. અને ઓરિસ્સા ૨૩૧ કિ.મી. છે. આ ઉપરાંત આ મેન્ગ્રોવ વનસ્પતિઓ તામિલનાડુ, ગોવા, કેરાલા, દમણ, દીવ, કર્ણાટક અને પુડુચેરીમાં જોવા મળે છે. ભારતમાં ૯ રાજયો અને ૩ કેન્દ્રશાસિત પ્રદેશો પોતાના કિનારાઓ પર મેન્ગ્રોવ વનસ્પતિઓનું આવરણ ધરાવે છે. દુનિયાની મેન્ગ્રોવ વનસ્પતિઓના ૩૦ %મેન્ગ્રોવ ઇન્ડોનેશિયાના વિસ્તારમાં છે. 

મેન્ગ્રોવ જંગલો કયા પ્રતિકૂળ પરિબળોના દબાણ હેઠળ છે?

મેન્ગ્રોવ જંગલો અંગે ‘એનવાયર્નમેન્ટ લેટર્સ’ મેગેઝિનમાં પ્રકાશિત થયેલું એક અભ્યાસ સંશોધન જણાવે છે કે આ જંગલો કે જેઓ કિનારાને રક્ષણ પૂરું પાડે છે, તેઓ પ્રતિકૂળ પરિબળોના દબાણ હેઠળ છે. તેમાંનુ એક પરિબળ ઊંચી જઇ રહેલી સમુદ્રની જળસપાટી, બીજું પરિબળ કાંપનો અભાવ અને ત્રીજું પરિબળ સંકોચન પામી રહેલી વસાહતો છે. જો કે આ વિજ્ઞાનીઓ આશ્વાસન આપે છે કે આ જંગલોની પરિસ્થિતિને હજુ પણ સુધારી શકાય તેમ છે.

આ અંગે સંશોધન કરી રહેલા વિજ્ઞાનીઓએ મોટા પાયા પર સમુદ્રના પાણીની સપાટી વધવાના દરની અને કાંપના પુરવઠાના બંધની અથવા સમુદ્રની દીવાલની હાજરી કે ગેરહાજરીની સ્થિતિમાં મેન્ગ્રોવ જંગલની હદના વ્યાપમાં આવતા ફેરફારોને સમજવાની કોશિશ કરી હતી. તેમણે આ પરિસ્થિતિની ૩૩૦ વર્ષના સમયગાળા માટે અનુમાનિત નકલ કરી હતી. તેમણે તેમના આ મોડેલમાં જંગલોની ચાવીરૂપ લાક્ષણિકતાઓ મેન્ગ્રોવ જંગલોની ઘનતા (એટલે કે જંગલોના એરિયાના પ્રમાણમાં જંગલોનો વ્યાપ) આ વૃક્ષોના થડના વ્યાસ અને તેમની પ્રજાતિઓના વિતરણને ધ્યાનમાં લીધા હતા. આ સંશોધન પછી આ વિજ્ઞાનીઓ એવા નિર્ણય પર આવ્યા હતા કે;
– મકાનો અને સમુદ્ર દીવાલો મેન્ગ્રોવ જંગલોની વૃધ્ધિ અને વિકાસ માટે જરૂરી એવા કાંપના પુરવઠા પર વિપરીત અસર કરે છે. – ભરતી અવરોધક બંધો મેન્ગ્રોવ વનસ્પતિઓના આવરણ માટે આપત્તિગ્રસ્ત બની રહ્યા છે. પરિણામે આ વૃક્ષોની અમુક પ્રજાતિઓ ગુમાવવાની નોબત આવી છે.

  •  નેશનલ યુનિવર્સિટી ઓફ સીંગાપોરના વિજ્ઞાનીઓએ જણાવ્યું કે મેન્ગ્રોવ જંગલો ગુમાવવાનો દર અગાઉ જે જણાવાયું હતું તેનાં કરતાં ઓછો છે

આપણા પૃથ્વી ગ્રહની એક અત્યંત મૂલ્યવાન પ્રણાલીઓમાંની એક નિવસન પ્રણાલી માટે આ સારા સમાચાર છે. નેશનલ યુનિવર્સિટી ઓફ સીંગાપોરના સંશોધનકાર વિજ્ઞાની ડૉ. ડેનીઅલ એ. ફ્રીઝના જણાવ્યા પ્રમાણે ૨૦મી સદીના ઉત્તરાર્ધ દરમ્યાન મેન્ગ્રોવ વનસ્પતિઓ ગુમાવવાનો દર જે ૧ % થી ૩% આંકવામાં આવ્યો હતો તે ઘટીને અત્યારે ફકત ૦.૩% થી ૦.૬% થઇ ગયો છે.

વૈશ્વિક સ્તરે હાથ ધરવામાં આવેલા મેન્ગ્રોવ જંગલોની જાળવણીના સફળ પ્રયત્નોને કારણે આ જંગલોનો વિનષ્ટી દર ઘટીને હાલમાં ૦.૩% થી ૦.૬% થયો છે.

  • આ મેન્ગ્રોવ વનસ્પતિઓ આંતર ભરતીના વિસ્તારોમાં પણ વૃધ્ધિ- વિકાસ પામી શકે

આ મેન્ગ્રોવ એ ક્ષાર સહન કરી શકતાં વૃક્ષો હોઇ, તેમને હેલોફાઇટ્‌સ પણ કહેવામાં આવે છે. તેઓ કિનારાની કઠીન પરિસ્થિતિમાં કાદવિયા પાણીની જમીન પર વૃધ્ધિ- વિકાસ પામી શકે.  તેમની ચાર પ્રજાતિઓ જાણીતી છે, રાતા મેન્ગ્રોવ, સફેદ મેન્ગ્રોવ, બ્લેક મેન્ગ્રોવ અને બટનવુડ.

  • સુંદરવન દુનિયાનું મોટામાં મોટું હેલોફાયટીક જંગલ હોવાનો મોભો ધરાવે છે

આ મેન્ગ્રોવ વનસ્પતિઓ એ ક્ષાર (ખારાશ) સહન કરી શકતી વનસ્પતિઓ છે. તેઓ કાદવકાંપ સહિતના કિનારાના પાણીમાં વૃધ્ધિ- વિકાસ કરવા માટે ટેવાયેલા છે. તેઓ આંતર ભરતીના વિસ્તારોમાં પણ વૃધ્ધિ વિકાસ પામી શકે.  મેન્ગ્રોવ વનસ્પતિઓ પૃથ્વીના ટ્રોપિકલ વિસ્તારોમાં વૃધ્ધિ – વિકાસ પામતા ઝાડીઝાંખરાઓ છે. તેઓ એકબીજા સાથે ગુંચવાયેલા મૂળ ધરાવે છે જે મૂળ જમીનની બહાર પણ વિકાસ પામે. સુંદરવન દુનિયાનું મોટામાં મોટું હેલોફાયટીક જંગલ હોવાનો મોભો ધરાવે છે.

Most Popular

To Top