World

અનોખી મિસ ચિહુઆહુઆ સ્પર્ધા…!

વિશ્વમાં હવે અનેક સ્થળે પાલતુ કૂતરાઓની સૌંદર્ય સ્પર્ધાઓ યોજાવા માંડી છે. ઇંગ્લેન્ડના નોર્ધમ્પટનશાયરમાં પણ હાલમાં આવી એક સ્પર્ધા યોજાઇ હતી, પણ આ સ્પર્ધાની વિશેષતા એ હતી કે આમાં ફક્ત કૂતરીઓ જ, અને તે પણ ચિહુઆહુઆ નસલની કૂતરીઓને જ ભાગ લેવાની છૂટ હતી. મિસ ચિહુઆહુઆ ટાઉન નામની આ સ્પર્ધા નોર્ધમ્પટનશાયરના યાર્ડલી ગોબિઓન ખાતે યોજાઇ હતી અને તેમાં આખા યુકેમાંથી ૮૦૦ જેટલી ચિહુઆહુઆ કૂતરીઓએ ભાગ લીધો હતો.

આ નાનકડી કૂતરીઓને તેમના માલિકો રંગબેરંગી અને જાત જાતની ડિઝાઇનોવાળા પોશાક પહેરાવીને લાવ્યા હતા અને કેટલીક કૂતરીઓએ તો માથે રંગીન વિગ પણ પહેરી હતી. ચિવેની બેની નામની કૂતરીને આમાં પ્રથમ ઇનામ મળ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ચિહુઆહુઆ એ મધ્ય અમેરિકન મૂળની કૂતરાઓની એક નસલ છે જે તેના અત્યંત નાના કદ માટે જાણીતી છે. આ સ્પર્ધાનું આયોજન કેરી બ્રુક્સ દ્વારા કરવામાં આવ્યું હતું, જેઓ પોતાની ડોગ ટાઉન બ્રાન્ડ હેઠળ તમામ નસલના કૂતરાઓ માટે આ પ્રકારના કાર્યક્રમો યોજતા રહે છે.

Most Popular

To Top