Dakshin Gujarat

અંકલેશ્વરની સિન્થેટિક ડ્રગ્સ એન્ડ ઇન્ટરમીડિયેટ કંપનીનો કામદાર ગુમ થતાં પરિવારનો હોબાળો

અંકલેશ્વર જીઆઇડીસીની સિન્થેટિક ડ્રગ્સ એન્ડ ઇન્ટરમીડિયેટ કંપનીમાં કુમાર સિંઘ ઘણા સમયથી ફરજ બજાવે છે. કંપનીમાં ફરજ દરમિયાન ગુમ થતાં પરિવારજનોએ સહિત લોકોનો હોબાળો મચાવ્યો હતો. કંપનીના ચેન્જિંગ રૂમમાંથી કામદારનાં કપડાં, મોબાઇલ અને રોકડ રૂપિયા મળી આવ્યા હતા. કંપની સત્તાધીશો પણ આ બાબતે મીડિયા સમક્ષ ગલ્લાતલ્લા કરતા નજરે પડ્યા હતા. ઘટનામાં જીઆઇડીસી પોલીસની કામગીરી ઉપર પણ શંકાનાં વાદળો ઘેરાયાં છે. જે અંગે આ ઘટનાની જાણ જીઆઇડીસી પોલીસને થતાં જીઆઇડીસી પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર સુમિતકુમાર સિંઘના ભાઈ અમિતકુમાર સિંઘે જણાવ્યું હતું કે, મારો ભાઈ સુમિત (રહે.,બાપુનગર) છેલ્લા કેટલાક સમયથી અંકલેશ્વર જીઆઇડીસીની સિન્થેટિક ડ્રગ્સ એન્ડ ઇન્ટરમીડિયેટ કંપનીમાં કોન્ટ્રાક્ટમાં કામ કરતો હતો. જે તા.21મીએ નાઈટ શિફ્ટમાં આવ્યો હતો અને સવારે રૂમ પર આવ્યો ન હતો. અમે સુમિતની તપાસ શોધખોળ હાથ ધરી હતી. કંપનીએ પણ શોધવા આવ્યા હતા. તેના શિફ્ટ ઇનચાર્જને પૂછતાં તેણે જણાવ્યું હતું કે, સુમિત તેના સમયે સવારે 8 કલાકે ઘરે જવા રવાના થયો હતો.

પરંતુ સુમિત સાથે જ કામ કરતાં એક શખ્સે જણાવ્યું હતું કે, સુમિત 6 વાગ્યે ચા પીધા પછી પાછો કામ પર આવ્યો નથી. ત્યારે તે ન મળતાં કંપની પર શંકા ગયો હતો. શિફ્ટ ઇનચાર્જને જાણ થતાં તે પણ સુમિતને શોધવા માટે રૂમ પર ગયો હતો. પરંતુ કંપની દ્વારા ઘરે જવા કળી ગયો છે તે બાદ તેઓ જ શોધવા લાગ્યા હતા તેવું જાણવામાં આવ્યું હતું. સુમિતના ભાઈએ કંપની વિરુદ્ધ કહ્યું હતું કે, તેમને જ ખબર નથી કે સુમિત ક્યાં છે? જેથી સુમિત સાથે કોઈ બનાવ થયો છે અને સુમિત અંદર કંપનીમાં જ છે. આ ઘટનાની જાણ જીઆઇડીસી પોલીસને થતાં જીઆઇડીસી પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

Most Popular

To Top