Dakshin Gujarat

કોંગ્રેસ ગાંધી-સરદારની ભૂમિ પર ગુજરાતના તમામ લોકોની લડાઈ લડશે: અમિત ચાવડા

દક્ષિણ ગુજરાતનો કોંગ્રેસનો સંયોજક સંવાદ કાર્યક્રમ સોમવારે કામરેજ ચાર રસ્તા ખાતે ઉમા મંગલ હોલ ખાતે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ પ્રસંગ જણાવ્યું હતું કે, મિશન-2022 અંતર્ગત કોંગ્રેસ પક્ષના સંગઠન પ્રદેશથી લઈ બુથ સુધી મજબૂત કરવાના અભિયાન અંતર્ગત દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓના પ્રમુખો જિ.પં. બેઠક દીઠ નિયુક્તિ પામેલા સંયોજકોના સંવાદના કાર્યક્રમો ચાલી રહ્યા છે.

સંયોજકના માધ્યમથી બુથ પર જન મિત્રો અને જન મિત્રોના માધ્યમથી પેજ પ્રભારી સુધી સમગ્ર પ્રકિયા કરી કોંગ્રેસનો કાર્યકર એક એક ઘર સુધી પહોંચે, લોકોના પ્રશ્નને વાચા આપે અને લોકોના અધિકારની લડાઈ લડે એ માટેનું અભિયાન લઈને નીકળ્યા છે. કોંગ્રેસ ગાંધી અને સરદારની ભૂમિ પર ગુજરાતના તમામ લોકોની લડાઈ લડશે. લોકોને અન્યાય અત્યાચાર-સહન કરવો પડી રહ્યો છે ભાજપ સામે લોકોનો આક્રોશ છે, વેદના છે. વાચા આપવાનું કામ કોંગ્રેસ આ સંયોજકોના માધ્યમથી કરશે.

કોંગ્રેસની વિચારધાર જનધન સુધી પહોંચાડાશે. કોંગ્રેસ પક્ષ સત્તા માટે નહીં પરંતુ લોકોની સુખાકારી માટે છે અને લોકોના હક અધિકાર માટે અન્યાયની સામેનું નેતૃત્વ કોંગ્રેસે હંમેશાં કર્યું છે. એ જ વાતનું મિશન લઈ 2022 માટે નીકળ્યા છીએ. કોંગ્રેસનુ ધ્યેય સામાન્ય જનનું શાસન ગાંધીનગરમાં આવે એવું શાસન ગુજરાતની જનતા ઈચ્છી રહી છે. આ કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસના નેતા કુલદીપ શર્મા, પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો.તુષાર ચૌધરી, સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને ધારાસભ્ય આનંદ ચૌધરી, વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ, માજી જિલ્લા પંચાયત સભ્ય દર્શન નાયક તેમજ કામરેજ તાલુકા કોંગ્રેસ પ્રમુખ કિશન પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

Most Popular

To Top