સિંગવડ: સીંગવડ તાલુકાના વાલાગોટા ગામે જીઇબી કોન્ટ્રાક્ટર નું કામ કરતાં વિક્રમભાઈ ચૌહાણ ના ઘરના આગળના ભાગમાં એલ્યુમિનિયમના વાયર ના ત્રણ બંડલ પડ્યા હતા તેના રૂપિયા 28000 ની કિંમતના વાયર ના બંડલ તેમના ત્યાં રહેતા નટવરસિંહ પુનાભાઈ જાતે બારીયા રહેવાસી વાલાગોટા પાણીવેલા ફળિયાના હોય વિક્રમ ભાઈ ચૌહાણ તથા તેમના ઘરના લોકો નહીં હોવાના લીધે તેમને ત્યાં રાત્રે સૂવા મૂકી ગયા હતા તેમને રાત્રે વાયર ના બંડલો દેખ્યા હતા પરંતુ સવારે છ વાગ્યાના અરસામાં બહાર નીકળીને દેખતા આ વાયર ના ત્રણ બંડલો નહીં દેખાતા તેમને તાત્કાલિક ત્યાં રહેતા તેમના જમાઈ ને જાણ કરતાં તેમને રણધીકપુર પોલીસ સ્ટેશનમાં 18.08ના રોજ 20 15 વાગ્યે ફરિયાદ આપતા રણધિકપુર પોલીસે તપાસ હાથ ધરવામાં આવી હતી અને બીજા પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરતાં ગોધરા એલસીબીએ તપાસ કરતા તેમને આ વાયર ભરેલી એક મારુતિ વાન દેખાતા તેમને આ વાયર ના બંડલો મળતાની સાથે ગાડી ઉભી રાખીને પૂછપરછ કરતા તે ચોરી ન હોવાનું બહાર આવતા તેને પકડી પાડવામાં આવ્યા હતા જ્યારે તેમાં ખુદરા ગામ નું એક વ્યક્તિ દ્વારા વાયર ચોરી કરીને ગોધરાના ભંગાર વેચાતું લેવા આવતો હોય ઘાંચી ને વેચી દેવામાં આવ્યું હતું જ્યારે બંનેને પકડીને રણધીકપુર પોલીસ ને જાણ કરીને તેમને સોંપી દેવામાં આવ્યા હતા.
વાલાગોટા ગામે જીઈબીના કોન્ટ્રાક્ટરના ઘરેથી એલ્યુમિનિયમના વાયરોની ચોરી
By
Posted on