Dakshin Gujarat Main

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ‘નો પાર્કિંગ’ ઝોનમાં પાર્ક કરનાર પોલીસની કારને લોક મરાયું

સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પાર્કિંગની સમસ્યા સ્થાનિક કર્મચારીઓને પણ નડી રહી છે. આવનારા પ્રવાસીઓને પણ પાર્કિંગ કરી ચાલતા જવું પડે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં કામ કરતા વિવિધ વિભાગોના 200 જેટલા કર્મચારીઓ પાર્કિંગની વ્યવસ્થા ન હોવાથી બહાર પાર્કિંગ કરતા હતા. જેથી ટ્રાફિક વિભાગ દ્વારા એ બાઈકો હટાવી ડિટેઇન કરી રહ્યા હતા અને અમુક બાઈકોની હવા કાઢી નંખાઈ હતી. શુક્રવારે સ્ટેચ્યુ પરિસરમાં 200થી વધુ કર્મચારીઓને પાર્કિંગના પ્રશ્ને હોબાળો મચાવી બહાર નીકળી ગયા હતા.

જેથી નર્મદા જિલ્લા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન દિનેશ તડવી દોડી આવ્યા અને ફ્લાવર ઓફ વેલી પરના પાર્કિંગમાં કર્મચારીઓનાં વાહનો પાર્કિંગ કરાવી બસ બોલાવી તમામ કર્મચારીઓને સ્ટેચ્યુ પર ફરજ માટે મોકલતાં મામલો થાળે પડ્યો હતો.
સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રજાના દીવસોમા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઊમટી પડ્યા હતા. ટ્રાફિક સમસ્યાનો મોટો પ્રોબ્લેમ સર્જાયો હતો. આ દરમિયાન કેવડિયા પોલીસે કેવડિયામાં નર્મદા માતાની પ્રતિમા નજીક નો પાર્કિંગ ઝોનમાં પોતાની પ્રાઇવેટ કાર પાર્ક કરી એક પોલીસકર્મી જતો રહ્યો હતો. કેવડિયા પોલીસે એને પણ સબક શીખવ્યો હતો, એની પોલીસ લખેલી પ્રાઇવેટ કારને લોક મારી પોલીસકર્મીને પણ એની ફરજનું ભાન કરાવ્યું હતું.

Most Popular

To Top