Dakshin Gujarat

ઉમરપાડાનો દેવઘાટ ધોધ સોળે કળાએ ખીલી ઊઠ્યો

ઉમરપાડાનાં જંગલોની વચ્ચે આવેલા દેવઘાટ ધોધ સોળે કળાએ ખીલી ઊઠ્યો છે. સતત વરસી રહેલ વરસાદને પગલે જંગલોનું પાણી સીધું દેવઘાટના ધોધમાં આવે છે. જેથી ધોધ વહેતાં થતાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી છે. અને આ નયનરમ્ય દૃશ્યો નિહાળવા સહેલાણીઓ ઊમટી પડ્યા હતા.

સુરતના જિલ્લાના ઉમરપાડા પંથકમાં દેવઘાટ ખૂબ જ પ્રસિદ્ધ પર્યટક સ્થળ છે. સરકાર દ્વારા વિકાસ કરાતાં આ પંથકના ખાસ કરીને ખેતી પર નભતા લોકો માટે રોજગારીની તક ઊભી થઇ હતી. જંગલોથી ઘેરાયેલા દિવતણ ગામમાં આવેલા દેવઘાટનો કાયાકલ્પ થઇ ગયો છે. કરોડોના ખર્ચે ઇકો ટૂરિઝમ કેમ્પ સાઈટ અને વન-કેન્ટીન શરૂ કરાઈ છે. આ જંગલમાં દુર્લભ વૃક્ષોની જાતો જોવા મળે છે. સતત વરસાદને પગલે ધોધ વહેતો થતાં અંહી નયન રમ્ય દૃશ્યો નિહાળવા સહેલાણીઓની ભીડ જામી રહી છે.

Most Popular

To Top