અંકલેશ્વરના દઢાલ ગામ નજીક અમરાવતી નદી ઉપરનો વર્ષો જૂનો બ્રિજ જર્જરિત હાલતમાં હોવાથી તંત્ર દ્વારા મોટાં અને ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે અને મોટાં વાહનો પસાર ન થાય એ માટે બ્રિજના બંને છેડા પર લોખંડની એંગલ લગાવવામાં આવી હતી. જ્યાંથી એક ટેમ્પો પૂરપાટ ઝડપે પસાર થતી વેળા ટેમ્પો લોખંડની એંગલ તોડી રોડ ઉપરથી 20 ફૂટ નીચે ખાબક્યો હતો. આ અકસ્માતમાં ચાલક સહિત ત્રણ શખ્સ ફસાઈ જતાં અંકલેશ્વર ફાયર સ્ટેશનમાં જાણ કરતાં ફાયર ફાઇટરો દોડી આવી ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા. ત્રણેય ઇજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.