ડીઝલની કિંમતમાં ગુરુવારે સતત બીજા દિવસે 20 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો કરવામાં આવ્યો હતી. પરંતુ, પેટ્રોલના દરો યથાવત રહ્યા હતા.
સરકારી તેલ કંપનીઓ દ્વારા સૂચિત ભાવ અનુસાર, દિલ્હીમાં ડીઝલની કિંમત 89.67 રૂપિયા પ્રતિ લિટરથી ઘટીને 89.47 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે.
બુધવારની જેમ જ ગુરુવારે પણ પેટ્રોલના ભાવમાં સુધારો થયો ન હતો. આ સાથે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 101.84 રૂપિયા પ્રતિ લિટર રહી હતી.યુએસ ફેડરલ રિઝર્વે સંકેત આપ્યા બાદ મહિનામાં આંતરરાષ્ટ્રીય તેલના ભાવો તેની સૌથી નીચલા સ્તરે આવી ગયા પછી કિંમતોમાં ઘટાડો નોંધાયો છે. જ્યારે, બ્રેન્ટ 2.13 ડોલર ઘટીને 66.10 ડોલર પ્રતિ બેરલ અને વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ 2.39 ડોલર ઘટીને 63.07 ડોલર પ્રતિ બેરલ થયું હતું
ભારત તેલની જરૂરિયાતોને પહોંચી વળવા 85 ટકા આયાત પર નિર્ભર છે અને તેથી આંતરરાષ્ટ્રીય તેલના ભાવો માટે સ્થાનિક ઈંધણના દરોમાં બદલાવ થાય છે. બુધવારે ડીઝલના દરોમાં થયેલો ઘટાડો 33 દિવસની યથાવત્ સ્થિતિ બાદ આવ્યો હતો.સંસદમાં વિપક્ષી પાર્ટીઓએ ઈંધણના ભાવ વધારા સહિત વિવિધ મુદ્દાઓ પર સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. આ અગાઉ, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લે 17 જુલાઈએ વધારો કરવામાં આવ્યો હતો.
દેશમાં 4 મેથી 17 જુલાઈ વચ્ચે પેટ્રોલની કિંમતમાં 11.44 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો હતો. જ્યારે, આ સમયગાળા દરમિયાન ડીઝલના ભાવમાં 9.14 રૂપિયાનો વધારો થયો હતો.આ સમયગાળા દરમિયાન ભાવવધારાનાં કારણે દેશના અડધાથી વધુ વિસ્તારોમાં પેટ્રોલની કિંમતો 100 રૂપિયા પ્રતિ લિટરની સપાટીને પાર કરી ગઈ છે. જ્યારે, ડીઝલ ઓછામાં ઓછા ત્રણ રાજ્યોમાં 100 રૂપિયા પ્રતિ લિટરની સપાટીને પાર કરી ગયું હતું