National

આયુષમાન ભારત હેઠળ રૂ. 25000 કરોડથી વધુની સારવાર અપાઇ

કેન્દ્રની આયુષમાન ભારત યોજના હેઠળ એપ્રિલ 2020થી જુલાઇ 2021 દરમ્યાન રૂ. 2800 કરોડથી વધુના 20 લાખથી વધુ ટેસ્ટ્સ અને 7.25 લાખ કોવિડ-19 સંબંધી સારવારને અધિકૃત કરાઇ હતી એમ અધિકારીઓએ જણાવ્યું હતું. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાએ આજે આયુષમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (એબી-પીએમજેએવાય) હેઠળ બે કરોડ સારવાર સંપૂર્ણ થઈ એ નિમિત્તે આરોગ્ય ધારા-2.0 કાર્યક્રમની અધ્યક્ષતા કરી હતી.

ગઈકાલે બે કરોડથી વધુ હૉસ્પિટલ એડમિશનોનું સીમાચિહ્ન પૂર્ણ થયું એ સાથે, દેશમાં 33 રાજ્યો/સંઘ પ્રદેશોમાં આ યોજના 2018ની 23મી સપ્ટેમ્બરથી શરૂ થઈ ત્યારથી આજની તારીખ સુધીમાં, 23000 જાહેર અને ખાનગી એમ્પેનલ્ડ હૉસ્પિટલોના વધતા નેટવર્ક મારફત આશરે રૂ. 25000 કરોડથી વધુની સારવાર પૂરી પડાઈ છે.16.50 કરોડ લાભાર્થીઓ ચકાસાઇ ગયા છે અને આયુષમાન કાર્ડ્સ અપાયા છે. સરેરાશ દર મિનિટે 28 લાભાર્થીઓની ચકાસણી થઈ રહી છે.

આ યોજનાએ તમામ પાત્ર લાભાર્થીઓને દર વર્ષે પરિવાર દીઠ રૂ. 5 લાખ સુધીના આરોગ્ય સેવાના કેશ લેસ અને પેપરલેસ લાભોથી સમર્થ કર્યા છે.માંડવિયાએ એબી પીએમ જેએવાય કાર્યક્રમની પહોંચને દેશમાં ગરીબમાં ગરીબ લોકો સુધી વધારવા માટે અને આ યોજના વિશે લાભાર્થીઓને જાગૃત કરવા માટે આરોગ્ય ધારા 2.0નું પણ વર્ચ્યુઅલી ઉદઘાટન કર્યું હતું.

આ અવસરે નિમ્નાનુસાર મહત્વની પહેલનો પણ શુભારંભ કરવામાં આવ્યો હતો.

પીએમ-જેએવાય હેઠળ સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ થવા દરમ્યાન લાભાર્થીને જારી થશે જેનાથી લાભાર્થીઓને એમના અધિકારો વિશે વધારે જાગૃત કરાય અને આ યોજના હેઠળ તેઓ રૂ. 5 લાખ સુધીની મફત અને કેશલેસ આરોગ્ય સેવાઓનો દાવો કરી શકે.

અભિનંદન પત્ર: એબી પીએમ-જેએવાય યોજનાના લાભો મેળવવા બદલ પીએમ-જેએવાય હેઠળ સારવાર બાદ રજા મળે એ દરમ્યાન લાભાર્થીને એક આભાર નોંધ જારી થશે. અભિનંદન પત્રની સાથે એક ફીડબેક ફોર્મ પણ હશે જે લાભાર્થીએ તેણે આ યોજના હેઠળ મેળવેલી સેવા બાબતે ભરવાનું રહેશે.

આયુષમાન મિત્ર: વધુ એક મહત્વની પહેલનો શુભારંભ થયો છે જે પાત્ર લોકોને એમના આયુષમાન કાર્ડ્સ મેળવવામાં મદદ કરીને અને એમને આ યોજનાના કાર્યક્ષેત્રમાં લાવીને આયુષમાન ભારતના વિઝનમાં યોગદાન આપવાની તમામ નાગરિકોને તક પૂરી પાડે છે.

નેશનલ હેલ્થ ઑથોરિટીના સીઈઓ ડૉ. આર એસ શર્માએ લાભાર્થીઓ માટે દેશમાં ક્યાંય પણ સમયબદ્ધ રીતે રૂ. 5 લાખ સુધીની નાણાકીય સહાય મેળવવા સમગ્ર રીતે સરળ, ઝડપી, કેશલેસ, પારદર્શી અને પેપરલેસ ક્લેમ પ્રક્રિયા સમર્થ કરવા બદલ એનએચએના તંદુરસ્ત આઇટી પ્લેટફોર્મ્સની પ્રશંસા કરી હતી અને આશા વ્યક્ત કરી કે આ યોજના હેઠળ 50 કરોડથી વધુ લાભાર્થીઓને ચકાસીને નામ દાખલ કરવાના સરકારના લક્ષ્યાંકને જલદી પહોંચી વળાશે.

Most Popular

To Top