Gujarat

લો પ્રેશર સિસ્ટમની અસર હેઠળ ગુજરાતના 71 તાલુકાઓમાં વરસાદ

ગુજરાત પર આવેલી લો પ્રેશર સિસ્ટમની અસર હેઠળ આગામી પાંચ દિવસ એટલે કે તા.23મી ઓગસ્ટ સુધી ભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જયારે આવતીકાલે તા.19મી ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની સંભાવના રહેલી છે. આજે રાજયમાં એકંદરે 71 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ થયો છે.

જેમાં ખાસ કરીને વાપીમાં, કામરેજમાં અને પારડીમાં ડાંગમાં સવા બે ઈંચ જ્યારે ઉમરગામમાં પોણા બે ઈંચ વરાસદ થયો હતો. આજે દિવસ દરમ્યાન દક્ષિણ ગુજરાત પર લો પ્રેશર સિસ્ટમની અસર હેઠળ ભારે વરસાદ થયો હતો. મધ્ય ગુજરાતમાં આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, મહીસાગરમાં પણ હળવો વરસાદ થયો છે.

રાજયમાં છેલ્લા 24 કલાકમાં 107 તાલુકાઓમાં વરસાદ થયો છે. ખાસ કરીને તાપીના કુકરમુંડામાં ચાર ઈંચ વરસાદ થયો હતો. તે પછી અંકલેશ્વરમાં 3 ઈંચ, દાહોદમાં 2.6 ઈંચ, નાંદોદમાં 2.4 ઈંચ સુરતના મહુવામાં સવા બે ઈંચ, તેજપુર પાવીમાં પણ સવા બે ઈંચ, બોડેલીમાં બે ઈંચ વરસાદ થયો હતો. એકંદરે 29 તાલુકામાં 1થી 4 ઈંચ જેટલો વરસાદ થયો હતો.

આ સાથે ચોમાસાની મોસમમાં અત્યાર સુધીમાં રાજયમાં સરેરાશ 38.05 ટકા વરસાદ થયો છે. જેમાં કચ્છમાં 31.74 ટકા , ઉત્તર ગુજરાતમાં 31.30 ટકા , મધ્ય – પૂર્વ ગુજરાતમાં 36.70 ટકા, સૌરાષ્ટ્રમાં 34.27 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 43.49 ટકા વરસાદ થયો છે.

Most Popular

To Top