વડોદરા: વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં ભંગારની ચોરી કરનાર હોસ્પિટલનો કાયમી કર્મચારી સહિત રિક્ષાચાલક ઝડપાઈ જવા પામ્યો હતો.હાલ રાવપુરા પોલીસે તેમની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મધ્ય ગુજરાતની સૌથી મોટી અને વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં છાશવારે ચોરીની ઘટના સપાટી પર આવવા પામી છે.તેવામાં ગત રાત્રિએ એસએસજી હોસ્પિટલમાં ભંગાર ચોરી કરનાર હોસ્પિટલનો કાયમી કર્મચારી તેમજ એક રિક્ષા ચાલક રાવપુરા પોલીસના રાત્રી પેટ્રોલિંગ દરમિયાન ઝડપાઇ જવા પામ્યા હતા.
જેને કારણે સયાજી હોસ્પિટલની સિક્યુરિટી ઊંઘતી ઝડપાઈ હતી.પ્રાપ્ત માહિતી અનુસાર સયાજી હોસ્પિટલ માં ભવ્ય ગેટ બનાવવાની કામગીરી ચાલી રહી છે.ગત રાત્રિએ આ જગ્યાએ બે ઈસમો ભંગારની ચોરી કરતા રાવપુરા પોલીસના હાથે ઝડપાયા હતા.રાવપુરા પોલીસની પૂછપરછમાં એક ઈસમ સયાજી હોસ્પિટલમાં કાયમી સફાઈ કર્મચારી હોવાનું તેમજ તેની સાથેનો અન્ય એક ઈસમ રિક્ષાચાલક હોવાનું સામે આવ્યું હતું.રાવપુરા પોલીસે રિક્ષા કબજે કરી બંને ઈસમની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધાનીય છે કે ઝડપાયેલા બંને શખ્સોમાં સંતોષ પાટીલ પ્યુન તરીકે સયાજી હોસ્પિટલમાં ફરજ બજાવે છે.જ્યારે સદ્દામ નામનો બીજો ઈસમ 4 મહિના પહેલા સર્વન્ટ તરીકે સયાજી હોસ્પિટલમાં ફરજ બજાવતો હતો.અને હાલમાં રીક્ષા ચલાવે છે.જાગૃત નાગરિકો દ્વારા આ બંને ઈસમોને લોખંડની 10 એંગલો ચોરી કરી પલાયન બનતી વેળાએ રંગેહાથ ઝડપી પાડી રાવપુરા પોલીસ મથકને હવાલે કર્યા હતા.