પાકિસ્તાન (Pakistan)માં ભારત (India)ના ભવ્ય ભૂતકાળ (History)ને લગતા પ્રતીકો (Symbol)ની સતત નફરતનો અંત નથી દેખાતો. ‘તહરીક-એ-લબ્બાઈક’ (Tahrik-e-labbai) પાકિસ્તાન સાથે જોડાયેલી વ્યક્તિએ લાહોર (Lahor)માં મહારાજા રણજીત સિંહ (Maharaja ranjitsingh)ની પ્રતિમા તોડી નાખી (idol break) છે.
મૂર્તિ તોડવાની ઘટના સોશિયલ મીડિયા (social media) પર વાયરલ થઈ છે. વીડિયોમાં પાકિસ્તાની કટ્ટરવાદી માણસ મહારાજા રણજીત સિંહની પ્રતિમા તોડતો જોવા મળી રહ્યો છે. પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ મંત્રી ફવાદ ચૌધરીએ આ ઘટના પર નારાજગી વ્યક્ત કરી છે. ફવાદ ચૌધરીએ આ ઘટના પર પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે “નિરક્ષરોનો આ સમૂહ વિશ્વમાં પાકિસ્તાનની છબી માટે ખરેખર ખતરનાક છે. એક પાકિસ્તાની માણસ સતત લાહોર કિલ્લામાં સ્થાપિત 19 મી સદીના શીખ શાસક મહારાજા રણજીત સિંહની પ્રતિમાને ઉથલાવવાનો પ્રયત્ન કરે છે, પછી પ્રતિમા તોડી નાખે છે. આ દરમિયાન, વ્યક્તિ રણજીત સિંહ વિરુદ્ધ નારા પણ લગાવી રહ્યો છે.”
પ્રતિમા તોડવામાં આવ્યા બાદ પાકિસ્તાનમાં હંગામો મચી ગયો છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનના ખાસ મદદનીશ ડો.શાહબાઝ ગિલે કહ્યું છે કે લાહોરમાં રણજીત સિંહની પ્રતિમાને નુકસાન કરનાર આરોપીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે. આ સામાન્ય રીતે કટ્ટરવાદી અને બીમાર માનસિકતાના લક્ષણો છે. ચોક્કસથી પોલીસ આવા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરશે.
આરોપી યુવક તહરીક-એ-લબ્બાઈકનો સભ્ય છે
સર્વાંગી દબાણ બાદ પાકિસ્તાનના પંજાબ પ્રાંતની પોલીસ પણ એક્શનમાં આવી ગઈ હતી. મહારાજા રણજીત સિંહની મૂર્તિનો નાશ કરનાર કટ્ટરપંથી જૂથ તહરીક-એ-લબ્બાઈકના સભ્ય રિઝવાનની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે માહિતી આપી હતી કે આ ઘટનાના આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ પ્રતિમાને મૂળ સ્થિતિમાં પુનસ્થાપિત કરવામાં આવશે
પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી ઉસ્માન બુઝદારીએ મહારાજા રણજીત સિંહની પ્રતિમાને નુકસાનની ઘટનાની નોંધ લઈને લાહોરના વરિષ્ઠ પોલીસ અધિકારી પાસેથી રિપોર્ટ પણ માંગ્યો છે. તેમણે કહ્યું છે કે ધરપકડ કરાયેલા આરોપી સામે કાયદા મુજબ કાર્યવાહી થવી જોઈએ. પ્રતિમાને તેની મૂળ સ્થિતિમાં પુનસ્થાપિત કરવામાં આવશે.
ભારતમાં આ ઘટનાને લઈને રોષ છે,
જ્યારે પાકિસ્તાનમાં બનેલી આ ઘટનાથી ભારતીયો પણ દુ:ખી છે. દિલ્હી શીખ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટીના ચેરમેન મનજિંદર સિંહ સિરસાએ આવા નફરતના ફેલાવાને રોકવા માટે કડક કાર્યવાહીની માંગ કરી છે.