હાલમાં શહેરમાં કોરોનાના પોઝીટીવ કેસનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. શહેરમાં છેલ્લા ત્રણ જ દિવસમાં કુલ 7 પોઝીટીવ કેસ વધી ચુક્યા છે. અને 24 કલાકમાં 2 મોત પણ થયા છે. તેમજ શહેરમાં પોઝીટીવ કેસનો કુલ આંકડો હવે 21 પર પહોંચી ગયો છે. જેના કારણે તંત્રની ચિંતામાં પણ વધારો થયો છે. જેના પગલે સુરત મહાનગરપાલિકા, પોલીસ વિભાગ, કલેક્ટર વિભાગ તમામ દ્વારા શહેરમાં લોકડાઉનનું યોગ્ય પાલન થાય તેમજ લોકો સોશીયલ ડિસ્ટન્સીંગ પણ યોગ્ય રીતે જાળવે તેની ખાસ તકેદારી રાખી રહ્યા છે. અને હવે માસ્ક ન પહેરનારા તેમજ સોશીયલ ડિસ્ટનસીંગનું પાલન ન કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી છે. ત્યારે શહેરના લિંબાયત ઝોન ઓફિસમાં આજે આ વિસ્તરમાં આવેલા મસ્જિદના ટ્રસ્ટીઓ સાથે મળીને તેમની સંબંધિત મસ્જિદથી કલાકો સુધી અવરોધ અટકાવવા, માસ્ક પહેરીને સામાજિક અંતર રાખવા માટે લિંબાયત ઝોનના અધિકારી ભૈરવ દેસાઈએ જણાવ્યું હતું. તેમજ આ તમામ બાબતોનું પાલન કરવા માટેની સુચના પણ આપવામાં આવી હતી. જેમાં તમામ ટ્રસ્ટીઓ આ બાબતનું પાલન કરસે તેની ખાતરી આપી હતી.