શહેરા, : શહેરા તાલુકામાં 65 ટકા ખેડૂતો વરસાદ આધારીત ખેતી કરતા હોય છે.જ્યારે વરસાદ ખેંચાતા ખેડૂતો ખેતરમાં રહેલ મકાઈ સહિતનો પાક સુકાઈ જવાના આરે હોવાથી ભારે ચિંતિત થયા છે. અમુક ખેડૂતના કૂવામાં પાણી હોવા છતાં ડીઝલના ભાવ આસમાને હોવાથી ખેડૂતો ને વિચારવાનો સમય આવી ગયો છે.વરસાદ ખેંચાતા ખેડૂતોનો મહામૂલ્ય મકાઈનો પાક ખેતરમાં રહેલ સુકાઈ જવાના આરે હોવાથી ખેડૂતોમાં ભારે ચિંતા થવા સાથે કુદરત જાણે તેમના પર રૂઠયો હોય તેવો અહેસાસ પણ ખેડૂતોને થઈ રહ્યો છે.
અમુક ખેડૂતના કૂવામાં પાણી હોય પણ પાણી ખેંચવાની ડંકી ડિઝલથી ચલાવવાની હોવાથી ડીઝલના ભાવ પણ 100રૂપિયાની આસપાસ હોવાથી ખેડૂત કરે તો શું કરે. મોંઘવારીના માર વચ્ચે ખેડૂત વર્ગ એક બાદ એક સમસ્યાથી હેરાન પરેશાન થતો હાલ જોવા મળી રહયો છે, સરકાર ડીઝલ સહિત બિયારણના ભાવ ઓછા કરે તેવી માંગ ખેડૂત વર્ગ કરી રહ્યા છે.અમુક ખેડૂતો પોતાના ખેતરમાં રહેલ મહામૂલ્ય પાક નિષ્ફળ જવાની ભીતિ ને લઈને ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. સરકાર માત્ર ખેડૂતો માટે વાતો કરે છે.વોટ લેવાના હોય ત્યારે નેતા બધે મુલાકાત લેતા હોય જ્યારે અત્યારે ખેડૂતની પરિસ્થિતિ શું છે, તે જોવાનો પણ સમય નથી.તેમ લાલા ભાઈ,પ્રતાપ ભાઈ, રમણ ભાઈ સહિતના ખેડૂતો આક્રોશ સાથે કહેતા પણ ખચકાતા નથી.