દેશમાં મોટાભાગના રાજ્યોમાં કોરોનાએ પગપેસારો કરી લીધો છે. તો ઘણા રાજ્યોમાં હજી સુધી કોરોનાએ દસ્તક પણ લીધી નથી. ભારત દેશમાં કોરોનાના સૌથી વધુ પોઝીટીવ કેસો મહારાષ્ટ્રમાં છે. તો બીજી બાજુ ઉત્તર-પુર્વના રાજ્યોમાં કોરોનાના ઘણા ઓછા કેસો આવ્યા છે. ઉત્તર-પુર્વના સેવન સીસ્ટર સ્ટેટસમાં કોરોનાના નહીવત કેસો પાછળનું કારણે ત્યાના લોકોની જાગૃતતા પણ છે. ઉત્તર-પુર્વના રાજ્યો લોકડાઉનનું પાલન તો કરી જ રહ્યા છે. સાથે સાથે તેઓ સોશીયલ ડિસ્ટન્સીંગનું પણ ઘણી સારી રીતે પાલન કરી રહ્યા છે.
ઉત્તર-પુર્વના રાજ્યોમાં અસમ, અરૂણાચલ પ્રદેશ, મીઝોરમ, ત્રિપુરા, મણીપુર, સિક્કીમ, નાગાલેન્ડ અને મેધાલયનો સમાવેશ થાય છે. જેમાં અસમમાં 28 પોઝીટીવ કેસ છે. અરૂણાચલ પ્રદેશમાં 1, મીઝોરમમાં 1, ત્રિપુરામાં 1, મણીપુરમાં 2, સિક્કીમમાં 0, નાગાલેન્ડમાં 0 અને મેઘાલાયમાં પણ હજી એક પણ કેસ સામે આવ્યા નથી જેની પાછળનું કારણે અહીના લોકોની જાગૃતતા છે,. તેઓ તેમના રાજ્યમાં આટલા ઓછા કેસ હોવા છતાં સોશીયલ ડિસ્ટનસીંગનું ખુબ સારી રીતે પાલન કરી રહ્યા છે. જે તસવીરોમાં જોઈ શકાય છે. કોઈ પણ વસ્તુ લેવા માટે એક અંતર જાળવવામાં આવી રહ્યું છે. તેમજ ફરજીયાત લોકો માસ્ક અને ગલ્વસ પહેરીને જ બહાર નીકળી રહ્યા છે. તેમજ કુંડાળામાં જ તેઓ ઉભા રહી અંતર પણ જાળવી રહ્યા છે.