વડોદરા: દેશનું સૌથી સ્વચ્છ શહેર ઇન્દોર હવે સ્વચ્છ સર્વેક્ષણ 2021 માં દેશનું પ્રથમ વોટર પ્લસ સિટી જાહેર થઇ ચૂકયું છે ત્યારે વડોદરાને પણ પ્રકારનું સ્થાન મળ્યું નથી વડોદરા ના પાલિકા તંત્ર નાગરિકોને માત્ર કાગળ પર જ સ્માર્ટ સિટી સ્વચ્છતા ચોખ્ખું પાણી સારા રોડ રસ્તાની સુવિધાઓ આપે છે. વડોદરા શહેર માત્ર સ્માર્ટ સિટીની વાતો કરી રહ્યું છે પરંતુ સ્માર્ટ સિટીના કોઈપણ પ્રોજેક્ટ વડોદરામાં હજી સુધી શરૂ થયા એ નિષ્ફળ ગયા છૅ. પાલિકાના સ્માર્ટ અધિકારીઓ સ્માર્ટ પેપર વર્ક કરીને સ્માર્ટ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે તેનું ઉત્તમ ઉદાહરણ છે કે સ્વચ્છતા હોય કે વોટર પ્લસ હોય, વડોદરા શહેરનો કોઈ પણ જગ્યા પર ઉલ્લેખ કરવામાં આવતો નથી આ આજે વડોદરા શહેર છે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંસદની ચૂંટણી લડયા હતા.
શહેરમાં માત્ર વિશ્વામિત્રી નદીની સફાઈ જે 12 વરસ અગાઉ થઈ હતી બાદમાં પૂર્વ મેયર અને સાંસદ બાળુ શુકલ નાટક કર્યું હતું અને હાલમાં પણ જૈસે થે ની પરિસ્થિતિ છે. શહેરમાં વિશ્વામિત્રીને સુંદર બનાવવાના સપના બતાવવામાં આવ્યા છે જ્યારે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ કરીને બતાવ્યું છે શહેરમાં માત્ર વિશ્વામિત્રી સ્વચ્છતાના ચોખ્ખા પાણીના અને મોટી મોટી વાતો કરવામાં આવે છે જ્યારે ઇન્દોરના સરકાર અને અધિકારીઓ જે બોલે છે એ કરી બતાવે છે સતત પાંચ વર્ષથી સ્વચ્છતા માં ઇન્દોર નંબર વન પર છે. વડોદરા મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ, મેયર કેયુર રોકડિયા સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલ સહિત અધિકારીઓએ ઇન્દોર જવું જોઈએ ક્યાં કયા પ્રકારની કામગીરી થઇ રહી છે તે નિહાળવી જોઈએ. શહેરમાં માત્ર કાગળ પર જ સ્વચ્છતા અને નાગરિકોને પ્રાથમિક સુવિધા આપવામાં આવે છે.
શહેરની રૂપારેલ, ભૂખી અને મસિયા કાંસમાં ડ્રેનેજથી મિશ્રીત ગંદુ પાણી છોડાય છે
પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે શહેરમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પાલિકાએ પોતે ચલાવવો જોઈએ નહીં કે તેનો કોન્ટ્રાક્ટ આપવો જોઈએ કોન્ટ્રાક્ટર પોતાનો ફાયદો જુએ છે. ફરી તે જ કૌભાંડી કોન્ટ્રાકટરને કામ આપવામાં આવે છે ટેન્ડરની શરતોનું પાલન કરવામાં આવતું નથી. તો ઈન્દોરમાં થાય તો વડોદરામાં કેમ નહીં, કારણ કે ઇન્દોરમાં શહેરના હિતમાં કામ કરે છે અને વડોદરામાં પાર્ટી કામ કરે છે માત્ર બેનરો લગાવવામાં આવે છે, કામો નું ઉદ્ઘાટન કરવામાં આવે છે પણ તેના પર મોનિટરિંગ કરવામાં આવતું નથી શહેરમાં રૂપારેલ કાસ, ભૂંખી કાંસ અને મસિયા કાંસમાં ગંદુ અને ડ્રેનેજ વાળું પાણી નાખવામાં આવે છૅ. રાજકીય વિશ્લેષક જયેશ શાહે ઈન્દોરનો વોટર પ્લસ શહેરમાં પ્રથમ નંબર આવતાં જણાવ્યું હતું કે વડોદરાના મહાનગરપાલિકા ના વહીવટી તંત્ર પાણી પુરવઠા અને વિતરણ ના વ્યવસ્થાપન માં 30 ટકા લોસ થવાના કારણે પીવાના પાણીની તકલીફ નજરે દેખાય છે.