SURAT

વેસુ ઓમકારસૂરિ આરાધના ભવનમાં નેમિનાથ પ્રભુના જન્મકલ્યાણ અને લબ્ધિસૂરિજી મહારાજના ગુણોત્સવની ઉજવણી

સુરત: વેસુ વિસ્તારમાં ઓમકારસૂરિજી આરાધના ભવનમાં પંન્યાસ પ્રવર પદ્મદર્શનવિજયજી મહારાજની પાવન નિશ્રામાં સાયણના સંગીતાબેન હિતેશકુમાર શાહની માસક્ષમણ (30 ઉપવાસ)ની તપશ્ર્વર્યા નિમિતે તપના વધામણાં કરીને સંઘ તરફથી તપસ્વીનું બહુમાન કરવામાં આવ્યું હતું.

શ્રી નેમિનાથ પ્રભુના જન્મકલ્યાણકની ઉજવણી અને લબ્ધિસૂરિજી મહારાજની 61 મી પુણ્યતિથિ નિમિતે ગુરુગુણોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો. યુગપ્રધાન સમ પંન્યાસપ્રવર ચન્દ્રશેખરવિજયજી મહારાજની પુણ્યતિથિની ઉજવણી નિમિતે તા. 15,16,17 ઓગષ્ટના દિવસે ત્રિદિવસીય કાર્યક્રમો યોજાશે. વેસુમાં 15 ઓગષ્ટના દિવસે ઓમકારસૂરિજી આરાધના ભવનમાં ધ્વજવંદન અને શાસનવંદના સવારે 8.30 કલાકે અને 9 થી 11.30 સુધી સંગીતના સથવારે ગુરુગુણ સ્પર્શના સ્વરૂપ ગુણાનુવાદ સુરતના નામાંકિત વ્યકિતઓ દ્વારા થશે. તા. 16 મીએ પ્રભુમિલનનો કાર્યક્રમ સવારે 8.30 થી 10.30 સુધી અને 17 ઓગષ્ટનાં દિવસે સવારે 8.30 કલાકે અષ્ટપ્રકારી પૂજા સંગીતના સથવારે થશે. આ ઉપરાંત સાધર્મિક સહાય,જીવદયા, અનુકંપા,ભુખ્યાને ભોજન, ભવ્ય અંગરચના કરવામાં આવશે.

Most Popular

To Top