કોરોનાના વધતા જતા સંક્રમણને પગલે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે શાળાઓ અને કોલેજોમાં પણ 14 એપ્રિલ સુધીમાં યોજાનારી તમામ પરીક્ષાઓ રદ કરી દેવામાં આવી છે. લોકડાઉનના પગલે ગુજકેટથી માંડીને જેઈઈ મેઈન અને નીટની પણ રદ કરીને 14 એપ્રિલ પછી નવી તારીખોની જાહેરાત કરવામાં આવશે તેમ સરકારે જણાવ્યું હતું. GPSC ઉપરાંત નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવામાં આવતી અન્ય સાત સ્પર્ધાત્મક પરીક્ષાઓની નવી તારીખોની જાહેરાત પણ 14 એપ્રિલ પછી થવાની હતી, પણ આજ રોજ કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે દેશમાં કોરોનાના વધતા જતા સંક્રમણને જોતા 30 એપ્રિલ સુધી તમામ શૈક્ષણિક કાર્ય રદ કરી દેવામાં આવ્યું છે. જે અંતર્ગત 30 એપ્રિલ સુધી કોઈ પણ પરીક્ષાની નવી તારીખની જાહેરાત કરવામાં આવશે નહીં. વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેને લઈને વિદ્યાર્થીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. દેશના માનવ સંશાધન વિભાગ દ્વારા તમામ રાજયોને આગામી એક મહિના સુધી કોઇ એકઝામ નહીં લેવા માટે સૂચના આપવામા્ં આવી છે.
હવે 30 એપ્રિલ સુધી કોઇ પણ પરીક્ષા યોજાશે નહીં : એચઆરડીનો આદેશ
By
Posted on