વડોદરા : સમગ્ર દેશ 15 મી ઓગષ્ટ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવા જઈ રહ્યું છે.ત્યારે વડોદરાના એક સંગ્રહકારે દેશને આઝાદી મળી તે સમયકાળ દરમિયાનના મોમેન્ટો, ફોટો, મેચ બોક્સ સહિતની ભાગ્યે જ જોવા મળતી ચીજ વસ્તુઓનો સંગ્રહ કર્યો છે. 75 માં સ્વાતંત્ર્ય દિવસ 15 મી ઓગષ્ટની સમગ્ર ભારત દેશમાં ઉજવણી થશે. જોકે દેશને આઝાદી અપાવનાર આઝાદ હિન્દના લડવૈયાઓ અને તેમના બલિદાનોને પણ યાદ રાખવા જરૂરી છે. તે સમય કાળ દરમિયાન આઝાદીના સમયે કેવા મોમેન્ટો, સિક્કા, ફોટોગ્રાફ્સ હતા જે જવલ્લેજ જોવા મળતી ચીજ વસ્તુઓ જેનો સંગ્રહ વડોદરા શહેરના સંગ્રહકાર અતુલભાઈ શાહે કર્યો છે.
શહેરના સંગ્રહકાર અતુલભાઇ શાહે કરેલી વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે 1998 થી ગાંધીજી ઉપર હું સંગ્રહ કરું છું.જેને 2009 થી લોકો માટે 2 ઓક્ટોબરથી 5 ઓક્ટોબર પબ્લિક ડિપ્લે રાખું છું. 15 મી ઓગસ્ટ 1947 માં દેશને આઝાદી મળી અને 75 મું વર્ષ બેસે છે. આઝાદીને એ નિમિત્તે 15 મી ઓગસ્ટ 1947ને લગતું, 1857માં જે દેશની આઝાદીનું પ્રથમ યુદ્ધ હતું.તે સમયનો મોમેન્ટો છે એની પાછળ ગાંધીજી સહિત ઝાંસી કી રાની, મંગલ દેશપાંડે, રવીન્દ્રનાથ 276 ટાગોર, બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય, સરદાર વલ્લભભાઈ પટેલ, લોકમાન્ય તિલકએ મહાન વિભૂતિઓના અંકિત કરેલા બ્રાસનો સિક્કો છે.
એ સિવાય આઝાદ હિંદ ફોજ આપણને 15 મી ઓગસ્ટ 1947 ના રોજ આઝાદી મળી. ત્યારે આઝાદ હિંદ ફોજ એ જે મોમેન્ટો બહાર પાડ્યો હતો.જય હિન્દ લખેલો ભારતના ફ્લેગ સાથે એનો પણ સિક્કો છે.એના સંદર્ભમાં સુભાષચંદ્ર બોઝની 150 મી જન્મ જયંતી નિમિત્તે બ્રાસનો મોમેન્ટો જે બહાર પાડ્યો હતો તે પણ છે.સાથે સાથે 15 મી ઓગસ્ટ 1947 ના રોજ જે તાળું હતું તેની પર ગાંધીજીનું કેરિકેચર દોરેલું છે.