Sports

કોરોનાને કારણે આ વર્ષે કોઇપણ ટેનિસ ટૂર્નામેન્ટ યોજાવાની સંભાવના ઓછી: સબાટિની

પોતાના સમયની દિગ્ગજ ટેનિસ સ્ટાર અને માજી યુએસ ઓપન ચેમ્પિયન ગેબ્રિયેલા સબાટિનીને લાગે છે કે કોવિડ-19 રોગચાળાને કારણે 2020માં પ્રોફેશનલ ટેનિસની વાપસી થવાની સંભાવના ઓછી છે. આર્જેન્ટીનાની આ માજી ટેનિસ ખેલાડીએ સુબિડોસ લા રેડ પોડકાસ્ટને જણાવ્યું હતું કે મને લાગે છે કે આગામી મહિનામાં કોઇ રમત સ્પર્ધાનું આયોજન કરવું મુશ્કેલ બનશે. મને શંકા છે કે ટેનિસ ક્ષેત્રે આ વર્ષે કદાચ જ કોઇ ટૂર્નામેન્ટનું આયોજન થઇ શકશે.

49 વર્ષની સબાટિનીએ કહ્યું હતું કે હાલમાં તમામ ટેનિસ ટૂર્નામેન્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર સુધી સ્થગિત કરાઇ છે. સબાટિની પહેલા વિમ્બલ્ડનના અધ્યક્ષ રિચર્ડ લુઇસ પણ આ પ્રકારની સંભાવના વ્યક્ત કરી ચુક્યા હતા. લુઇસે હાલમાં જ કહ્યું હતું કે એ કહેવું અવાસ્તવિક ગણાશે કે બની શકે કે આ વર્ષે કોઇ ટેનિસ ટૂર્નામેન્ટ ના થાય.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top