Vadodara

હડતાળને હૈયાધારણા આપતા તબીબો સેવામાં જોતરાયા

વડોદરા: વિવિધ માંગણીઓ સાથે છેલ્લા 7 દિવસથી તબીબો હડતાળ ઉપર ઉતર્યા હતા.અને સરકાર વિરુદ્ધમાં વિવિધ આંદોલનાત્મક કાર્યક્રમો યોજ્યા હતા. જોકે આ વચ્ચે સરકારે માંગણીઓને લઈને વચ્ચેનો રસ્તો કાઢતા તબીબોએ હડતાળ સમેટી લીધી છે. બુધવારે સવારથી ઈમર્જન્સી સેવામાં તબીબો લાગી ગયા હતા.જોકે સરકાર રેસિડેન્ટ ડોકટરોના કહેવા પ્રમાણેની માંગણી નહીં સ્વીકારે તો પુનઃ હડતાળ તબીબો પાડશે તેમ જણાવ્યું હતું.

જુનિયર ડોકટરોની હડતાળનો બુધવારે આઠમો દિવસ છે. ત્યારે વડોદરામાં જુનિયર ડોકટરોની હડતાળનો આંશિક અંત આવ્યો છે. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન તેમજ આરોગ્ય પ્રધાન નીતિન પટેલની અપીલને જુનીયર ડોકટરોએ સ્વીકારી છે. વડોદરાની એસેસજી હોસ્પિટલમાં બુધવારથી ડોકટરોએ ઈમરજન્સી,આઈસીયુ , કોવીડ સેવાઓ શરૂ કરવામાં આવી છે. દર્દીઓને હાલાકી ન પડે તેવા હેતુથી જુનિયર ડોકટરો દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. માંગણીઓના સ્વીકારનો લેખિત પત્ર મળ્યા બાદ સંપૂર્ણ રીતે હડતાળ પરત ખેંચાશે.વડોદરા શહેરની સયાજી હોસ્પિટલના રેસીડન્ટ ડોક્ટરો દ્વારા તેમની મુખ્ય માંગણીઓને લઇને સરકાર સામે છેલ્લા સાત દિવસથી હડતાલ પાડી વિવિધ કાર્યક્રમો આપવામાં આવી રહ્યા હતા. જ્યારે તેમના આંદોલનને બરોડા મેડિકલ એસોસિયેશને પણ ટેકો જાહેર કર્યો હતો.

રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જુનિયર ડોક્ટર એસોસિએશનના પ્રતિનિધિઓ ના મધ્યસ્થીઓ સાથે એક વિડીયો કોન્ફરન્સથી મીટીંગ યોજવામાં આવી હતી.જેમાં નાયબ મુખ્ય પ્રધાનએ રેસિડન્ટ તબીબો પ્રત્યે હકારાત્મક વલણ દાખવ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે વ્યાજબી લાગશે તે માંગણીઓને અમે વિચાર વિમર્શ કર્યા બાદ તેનો જીઆર બહાર પાડીશું અને રેસિડન્ટ ડોકટરોને તમારા તરફથી પણ થોડું નમતું જોખવા માટે જણાવ્યું હતું. વિડીયો કોન્ફરન્સની મિટિંગ બાદ હૈયાધારણા મળતા સમાધાન થતા જુનિયર ડોક્ટર એસોસિયેશને હાલ પૂરતી તેમની હડતાલ આટોપી લીધી હતી અને પુનઃ ઈમરજન્સી સેવાઓમાં જોતરાઈ ગયા હતા.

જોકે નાયબ મુખ્ય પ્રધાને આપેલી હૈયા ધારણા પ્રમાણે જીઆરમાં એટલે કે લેખિતમા જણાવવામાં નહીં આવે તો ફરીથી હડતાળનો માર્ગ અપનાવશે તેમ જુનિયર ડોકટર એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરીએ જણાવ્યું હતું. નોંધનીય છે કે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે મંગળવારે આરોગ્ય વિભાગની તાત્કાલિક ધોરણે બેઠક બોલાવી હતી. સરકાર દ્વારા જીઆરમાં માંગણીઓ સ્વીકારવામાં આવી હોવાનું દર્શાવવામાં નહીં આવે તો ફરીથી આંદોલન છેડાશેની ચીમકી પણ ઉચ્ચારી હતી.

Most Popular

To Top