સુરત શહેરમાં પોઝીટીવ કેસનો કુલ આંક 17 પર પહોંચી ગયો છે. જેમાં છેલ્લા બે દિવસમાં કુલ 6 પોઝીટીવ કેસ નોંધાતા તંત્રની ચિંતામાં પણ વધારો થયો છે. અને સૌથી વધારે પોઝીટીવ કેસ રાંદેર વિસ્તારમાંથી આવી રહ્યા છે. અને તે પણ લોકલ ટ્રાન્સમીશનના કેસ હોય ચિંતા વધી છે. ત્યારે આ ઝોનને બફર ઝોન જાહેર કરાયો છે સાથે સાથે અહીના વિસ્તારના લોકોને માસ કોરેન્ટાઈનમાં રહેવા માટે જણાવાયું છે. ત્યારે હવે મંગળવારે સુરત મહાનગરપાલિકા કમિશનર બંછાનિધિ પાનીૂ દ્વારા વધુ એક જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. અને તેમાં રાંદેર વિસ્તારના લોકોને ફરજીયાતપણે લોકડાઉનમાં રહેવા માટે જણાાવાયું છે. અને જો આ વાતનો અનાદર કરવામાં આવશે તો તેઓ પર સખત કાર્યવાહી કરવામાં આવશે. ખાસ કરીને રાંદેર વિસ્તાર માટે આ સખતાઈ લાગુ કરાઈ છે.
મંગળવારે જાહેર કરાયેલા જાહેરનામાંમાં જણાવાયું છે કે, રાંદેર મુખ્ય રોડનો ઉત્તર પૂર્વીય ભાગ તાપી નદીના વિસ્તાર સુધી એટલે કે અડાજણ પાટીયા, ગોરાટ, કોઝવે રોડ, હનુમાન ટેકરી, ભાણકી સ્ટેડિયમની આજુબાજુનો વિસ્તાર તારીખ 14 મી એપ્રિલ સુધી ફરજીયાત હોમ ક્વોરેન્ટૈાઈન જાહેર કરાયો છે. આ હુકમનો ચુસ્તપણે પાલન કરવાનું રહેશે અને જેઓ આ હુકમનો અનાદર કરશે તેઓ સામે ઈન્ડિયન પીનલ કોડ-188 તથા એપેડેમીક એક્ટ1897 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં સુરત શહેરમાં કુલ 221 શંકાસ્પદ કેસ છે. જે પૈકી 199 નેગેટિવ 17 પોઝીટીવ અને 5 ના રિપોર્ટ પેન્ડીંગ છે અને 2 ના મોત થઈ ચુક્યા છે.