National

કોવિડ-19ને લઈ મેસેજ ફોરવર્ડિંગ મામલે WhatsAppએ લીધો આ નિર્ણય

વોટ્સએપ અને સોશ્યલ મીડિયા પર કોરોના વાયરસ અંગે ફેલાતી અફવાને લઈને વોટ્સએપે મોટો નિર્ણય લીધો છે. વોટ્સએપે મેસેજ ફોરવર્ડિંગને મર્યાદિત કરી દીધું છે. વોટ્સએપ વપરાશકર્તાઓ હવે એક સમયે ફક્ત એક જ વપરાશકર્તાને સંદેશ મોકલવા માટે સક્ષમ હશે. અગાઉ એક સમયે એક વ્યક્તિ પાંચ લોકોને સંદેશા મોકલાવી શકતો હતો. જો કે આ સુવિધા ફક્ત એક અપડેટ પછી જ સક્રિય થશે.
હકીકતમાં, કોરોના વાયરસ વિશે સોશિયલ મીડિયા પર તમામ પ્રકારના નકલી સમાચારો શેર કરવામાં આવી રહ્યાં છે, જે ટ્વિટર, ગુગલ અને ફેસબુક જેવી કંપનીઓ માટે એક પડકાર છે. આને ધ્યાનમાં રાખીને, ફેસબુકની માલિકીની કંપની વોટ્સએપે મેસેજ ફોરવર્ડિંગ માટે નવી મર્યાદા નક્કી કરી છે, જે મુજબ તમે એક સમયે એક જ વ્યક્તિને મેસેજ ફોરવર્ડ કરી શકો છો.

અગાઉ ફેસબુક પણ તેના પ્લેટફોર્મ પર નકલી સમાચારોને કાબૂમાં લેવા માટે આ પ્રકારનો નિર્ણય લઈ ચૂકી છે. તે જ સમયે, ગૂગલ પણ નકલી સમાચારોને ફ્લેગ કરી રહ્યું છે. આ સિવાય નકલી સમાચારને અટકાવવા માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટર પણ ફિલ્ટર કરી રહી છે.

વોટ્સએપના આ નિર્ણયને ઘણી પ્રશંસા મળી રહી છે. એવું કહેવામાં આવે છે કે કંપનીનો આ નિર્ણય આવકાર્ય છે. આ ચોક્કસપણે બનાવટી સમાચારને અટકાવશે. દુનિયાભરમાં વોટ્સએપના બે અબજ કરતા વધારે સક્રિય વપરાશકારો છે, જ્યારે ભારતમાં 4૦ કરોડથી વધુ લોકો વોટ્સએપનો ઉપયોગ કરે છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top